+

યુક્રેન પર હુમલો કરવાની રશિયાની ધમકી, તો યુક્રેનના રાષ્ટ્રપતિએ કહી દીધી મોટી વાત

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદમીર ઝેલન્સકીએ તેની ફેસબુક પોસ્ટમાં રશિયાએ હુમલા કરવાની આપેલી ધમકી પર પ્રતિક્રિયા આપી છે. આ દિવસને એકતા દિવસ માટે જોવાશે તેની વાત કરવામાં આવી છે. જોકે, આ ઉપરાંત દેશમાં આંતરિક હુમલા કરનારાઓને ચેતવણી પણ આપી છે.   રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને અમેરિકાએ આ અંગે ચેતવણી પણ આપી છે કે, રશિયા આ અઠવાડિયે યુક્રેન પર હુમલો કરી શકà

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદમીર ઝેલન્સકીએ તેની ફેસબુક પોસ્ટમાં રશિયાએ હુમલા કરવાની આપેલી ધમકી પર પ્રતિક્રિયા આપી છે. આ દિવસને એકતા દિવસ માટે જોવાશે તેની વાત કરવામાં આવી છે. જોકે, આ ઉપરાંત દેશમાં આંતરિક હુમલા કરનારાઓને
ચેતવણી પણ આપી છે.

 

રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને
અમેરિકાએ આ અંગે ચેતવણી પણ આપી છે કે
,
રશિયા આ અઠવાડિયે યુક્રેન પર હુમલો કરી શકે છે.જેને પગલે કેટલીક એરલાઈન્સે યુક્રેનની
રાજધાની કિવની તેમની ફ્લાઈટ પણ રદ કરી દીધી છે.
જ્યારે ,નાટો દેશોએ પણ રશિયા સાથે લડવા યુક્રેનને
હથિયારોનો જથ્થો પણ મોકલી દીધો છે.

 

યુક્રેનના યુધ્ધ અભ્યાસ દરમ્યાન રશિયા મોટા બોમ્બ ફેંકવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે યુ.એસ.એ તેના ચાર B-52 બોમ્બર ફાઈટર્સને બ્રિટનમાં તૈનાત
કર્યા હતા. પરમાણુ બોમ્બથી સજ્જ આ વિમાનોએ ભૂમધ્ય સમુદ્રમાં યુક્રેનની સરહદની આસપાસ
પણ ઉડાન ભરી
હતી.

 

આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે લગભગ એક કલાક સુધી વાતચીત
કરી હતી.
જેમાં ઝેલેન્સકીએ બિડેનને કહ્યું કે, યુક્રેનના લોકો રશિયન સૈન્યના સંભવિત હુમલાનો સામનો કરવા માટે તૈયાર
છે.  વ્હાઇટ
હાઉસે કહ્યું છે કે
, બંને દેશો એ વાત પર સહમત થયા છે કે, રશિયાના હુમલાને રોકવા માટે કૂટનીતિ અને નિવારણ બંને પગલાં લેવા જોઈએ.


યુક્રેનના રાષ્ટ્રપતિએ સંભવિત હુમલાની તારીખ જણાવી
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ
પોતાની એક ફેસબુક પોસ્ટ પર 
યુધ્ધ
થશે
જ તેની આડકતરી રીતે જાણકારી આપી દીધી છે વ્લાદિમીરે
પોતાની પોસ્ટમાં લખ્યું- ’16 ફેબ્રુઆરી યુક્રેન
પર રશિયાના હુમલાનો દિવસ હશે’. ઝેલેન્સકીએ પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે, ‘તે તમામ
વિવાદોને વાતચીત
થી ઉકેલવા માંગે છે.  અમને કહેવામાં આવ્યું છે કે, 16
ફેબ્રુઆરીએ હુમલો થશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે તેને એકતા દિવસ
બનાવીશું. તેમણે કહ્યું કે, આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. મંગળવારે બપોરે
આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીશું
, વાદળી-પીળી રિબન પહેરીશું અને વિશ્વને આપણી એકતા બતાવીશું.

 

યુક્રેનના લોકો યુદ્ધ માટે સજ્જ

યુક્રેનમાં, બાળકો હોય કે વડીલો, બધા રશિયન હુમલાની સ્થિતિમાં દેશની
રક્ષા કરવા માટે લશ્કરી તાલીમ લઈ રહ્યા છે. તેમાંથી વેલેન્ટિના
કોન્સ્ટેન્ટિનોવસ્કા છે
, જે પૂર્વી યુક્રેનના મેરીયુપોલ શહેરની
79 વર્ષીય દાદી છે. નેશનલ ગાર્ડના સૈનિકો પાસેથી
AK-47 ચલાવવાની તાલીમ લેતા વેલેન્ટિવાના ફોટોગ્રાફ્સ વાઇરલ થયા હતા.


રશિયાએ હાઇપરસોનિક મિસાઇલો તૈનાત કરી

રશિયાએ યુક્રેન પર હુમલાની શક્યતાને
સતત નકારી કાઢી છે
, પરંતુ અમેરિકાએ પોલેન્ડમાં પેરાશૂટ
સૈનિકો તૈનાત કર્યા બાદ નાટો દેશોને પાઠ ભણાવવા માટે તેણે હાઇપરસોનિક મિસાઇલોથી
સજ્જ મિગ-31 વિમાન તૈનાત કર્યા છે.

 

અમેરિકા રાજદ્વારી ઉકેલ શોધવામાં
વ્યસ્ત છે

બિડેન વહીવટીતંત્રે ફરીથી રશિયાને
ભયંકર પરિણામોની ચેતવણી આપી છે. આ સાથે તેમણે યુક્રેન સંકટનો
રાજકીય  ઉકેલ શોધવા પર પણ ભાર મૂક્યો
હતો. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પિયરે કહ્યું કે
, અમે તણાવને ઓછો
કરવા માટે
રાજકીય
 ઉકેલ
શોધવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યા છીએ. તમને આ સપ્તાહના અંત સુધીમાં ખબર પડશે
. તેમણે કહ્યું
કે
રાષ્ટ્રપતિ બિડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે. મે અમારા
તમામ ભાગીદારો સાથે સંકલન કરીને રશિયા સાથે સતત સંવાદ કરવાનું ચાલુ રાખીશું.

 

Whatsapp share
facebook twitter