Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુવરાજસિંહે આખરે શું કહ્યું..વાંચો વિગતવાર 

04:31 PM Apr 15, 2023 | Vipul Pandya
રાજ્યભરમાં ચકચાર જગાવનારા ભાવનગર ડમી પ્રકરણમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એક વાયરલ સ્ટીંગ ઓપરેશનમાં યુવરાજસિંહના મિત્ર બિપીન ત્રિવેદીએ કરેલા આરોપો બાદ યુવરાજસિંહ જાડેજાએ પણ ફેસબુક લાઇવ કરીને પોતાની પર કરાયેલા આરોપોનો ઉંડાણપૂર્વક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની પર લગાવાયેલા તમામ આરોપ પાયાવિહોણા છે.
ફેસબુક લાઇવમાં શું કહ્યું
તેમણે ફેસબુક લાઇવમાં કહ્યું કે બિપીનને હું ઓળખું છું. બિપીન 2018થી મારા સંપર્કમાં છે એમની બુક વ્યાકરણ વિહારને લઇને તેમની સાથે સંપર્કમાં હતો. જે બાબતો હાલ બહાર આવી રહી છે તે સમાજ સાથે તે જોડાયેલા છે, તે સમાજના મોભીદારોએ બિપીનનો સંપર્ક કરી મારા સુધી એજન્ટોએ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો
માહિતી કઢાવવા આ એજન્ટોને મળ્યો
તેમણે કહ્યું કે મે આખો વિડીયો જોયો નથી. તેમણે જેના નામ લીધા છે તે બધાને હું મળ્યો છું પણ આ મુલાકાત વાત કઢાવાની હતી. જે ગામોના નામ મળ્યા હતા. મે જેટલા વ્યક્તિની પુષ્ટી કરી હતી તેમના નામ મે હસમુખ પટેલને આપ્યા હતા. બિપીન ત્રિવેદી સામાજીક એજન્ટ બનીને આવ્યા હતા. લેતી દેતી કોઇ પ્રકારની થઇ નથી. એજન્ટો સાથેની મુલાકાતનું તાત્પર્ય એ જ હતું કે માહિતી કઢાવું અને તેમણે કેટલા કાંડ કરેલા છે તે મારે જાણવું હતું.
 સામાજીક ષડયંત્ર સાથે રાજકીય ષડયંત્રનો ભાગ
તેમણે કહ્યું કે  પોતાના સમાજને બચાવવા માટે રાજકીય ષડયંત્રનો ભાગ છે. સામાજીક ષડયંત્ર સાથે રાજકીય ષડયંત્રનો ભાગ છે. આ બાબતો સાથે મારી સાથે એજન્ટોએ ચર્ચા કરી હતી. એજન્ટોએ મને પૈસાની ઓફર કરી હતી તેમા પણ ના નથી.  40 લાખથી લઇ અઢી કરોડની ઓફર કરી હતી. સામાજીક અગ્રણીઓ અને જે તે વિસ્તારના રાજકીય અગ્રણીઓ પણ મારી સાથે બેઠક કરેલી છે.
કોઇ પ્રકારની આર્થિક લેતી દેતી કરી નથી
કોઇ પ્રકારની આર્થિક લેતી દેતી કરી નથી. એ વ્યક્તિ આવ્યા હતા. બિપીન વચ્ચે મિડીયેટર છે અને તેમને પણ રુપિયા લેવાના હતા. પોતે છટકી જાય અને યુવરાજ ફસાઇ જાય તેવા ષડયંત્રના ભાગરુપે આ બધુ ચાલી રહ્યું છે. હું સ્પષ્ટતા સાથે હું કહું છું કે મારી પાસે જે બાબતો છે તે બાબતો મે હંમેશા જગજાહેર કરી છે. જે એજન્ટો છે અને તેમના જે આકાઓ છે તે કોઇપણ રીતે મને આ બાબતમાં સંડોવવા માગતા હતા. બિપીન મને મળવા મારા ઘર સુધી આવ્યા હતા.
પરિવારને ધમકાવી શકે તે લોકો કોઇપણ હદે જઇ શકે
મને પણ એવી આશંકા હતી કે જે વ્યક્તિ મારા ઘર સુધી પહોંચી શકે અને પરિવારને ધમકાવી શકે તે લોકો કોઇપણ હદે જઇ શકે. સ્પષ્ટીકરણ એટલા માટે આપું છું કે આર્થિક લોભ લાલચ અને પ્રલોભન આપ્યા છે. જોઇ લેવાનું પણ કહ્યું હતું. તે પ્રકારે મને દબાવાનો પ્રયાસ કરાયો હતો. તે કોઇ પણ વ્યક્તિ સહન ના કરી શકે. મારી પરિવાર પ્રત્યે જવાબદારી છે. મે પોલીસ રક્ષણની માંગ પણ ઘણી વખત કરેલી છે.
રાજકીય રંગ લગાડનાર કોણ છે તે હું સારી રીતે જાણું છું
આ અસામાજીક તત્વો સાથે રાજકીય રંગ લાગ્યો છે. તે રાજકીય રંગ લગાડનાર કોણ છે તે હું સારી રીતે જાણું છું એને લાગી રહ્યું છે કે  એનું પોતાનું કદ પાર્ટીમાં ઘટ્યું છે, તેનું મંત્રી પદ મારા કારણે ગયું છે. તેણે યુવરાજને ફસાવી દેવાનું કહ્યું હતું. રાજકીય દાવપેચનો સમય આવે તે જવાબ આપીશ. જે સામાજીક ષયડંત્ર કરી રહ્યા છે તેમને પણ કહી દઉં કે તમે જે વ્યક્તિ રાજકીય હાથો બનીને કરી રહ્યા છો તે યોગ્ય નથી. મે પેલા પણ કહ્યું કે હું તમને કોઇ પણ સંજોગોમાં નહીં છોડું…તમે ખોટું કર્યું તો ભોગવવા તૈયાર રહેજો.
હું એકલો લડું છું અને હજું પણ લડીશ
મે નિષ્પક્ષતા સાથે પ્રશ્ન ઉઠાવ્યા છે. મારે મોટુ થાવું હોત તો મે રાજકીયય મંચ પરથી પ્રશ્નો ઉઠાવ્યા હતા. અત્યારે જે રીતે પોલીસ તપાસ થઇ રહી છે તેમાં 36 લોકોના નામ બહાર આવ્યા છે. મારી માહિતીથી આ કૌંભાડ બહાર આવ્યું છે. મારી પાસે જે આવ્યું તે જગજાહેર કર્યું છે તો શું ખોટું કર્યું . આ કોઇ સામાન્ય લોકો નથી. આ ગુંડા તત્વો નેક્સેસ ચલાવવા કોઇ પણ હદે જઇ શકે છે તેનો મને અંદાજો પણ હતો. હું એકલો લડું છું અને હજું પણ લડીશ. મારા પરિવારને કોઇ યોગ્ય જગ્યાએ પહોંચાડી મારી જવાબદારી નિભાવીશ. જે આક્ષેપો થયો છે તે સામાજીક ષડયંત્ર અને રાજકીય ષડયંત્રનો ભાગ છે. બધા આક્ષેપ પાયાવિહોણા છે. એ લોકો મને મળવા આવેલા છે અને પ્રલોભન પણ આપ્યા છે પણ મે એક રુપિયાને હાથ અડાડ્યો નથી. બિપીન ત્રિવેદીએ ખોટું કર્યું હોય તો તે ભોગવે.
વકીલોને પણ મદદ કરવા વિનંતી
હું વકીલોને પણ વિનંતી કરું છું કે આમા તમે મને શું મદદ કરી શકશો. સામાજીક અને રાજકીય આગેવાનોને વિનંતી છે તકે ખોટા ષડયંત્રમાં ના ફસાવ..જે લોકો આરોપ લગાડે છે તે 2018થી મારી સાથે જોડાયેલો છે. તે તેના સમાજને બચાવવા અને સમાજના અમુક એજન્ટોને બચાવવા માટે પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા આ બધુ કરી રહ્યો છે. તેની પણ કોઇ મજબુરી છે તે પણ હું સમજી  શકું છું. મારો ટ્રેક રેકોર્ડ જોવાની છુટ છે. મે ક્યાંય પણ ખોટુ લાગ્યું હોય તો તો મે નિડરતાપૂર્વક અવાજ ઉઠાવ્યો છે.  જે સારુ છે તેને મે રેકમેન્ડ કર્યું છે.  તે વ્યક્તિ આ બધી વાત દબાવવા માટે આ હદ સુધી પહોંચ્યો છે.
મે ખોટુ કર્યું નથી 
મે ખોટુ કર્યું નથી, ખોટુ કરવાનો નથી. દુષણને રોકવાનો પ્રયાસ કર્યો છે. જો 11 વર્ષથી આ ચાલતું હતું તો સરકારે ઢાંકણીમાં પાણી લઇને ડુબી મરવું જોઇએ. મે કોઇના નામ છુપાવ્યા નથી કારણ કે પુષ્ટી ના થઇ શકી હોય તો કઇ રીતે હું નામ જાહેર કરું. જે વાતની પુષ્ટી થઇ છે તે જાહેર કરી છે. વાત કઢાવવા માટે મે જે પ્રયાસો કરવા જોઇએ તે પ્રયાસ કર્યા છે. આ એક પ્રકરણ નથી. ઘણું બધું આમા સામે આવશે. હજું ઘણા અસામાજીક તત્વો સામે આવશે. હજું પણ ઘણુ બધુ ખુલશે. તમારા ષડયંત્ર નાકામ સાબિત થવાના છે. જે સ્પષ્ટતા કરવાની છે તે હું ફેસબુક લાઇવ કરીને કરતો રહીશ. મારી વાત હું મુકતો રહીશ. મારી ભુલ થઇ હોય તો હું સહજભાવે કહી દઉં છું અને સ્વીકારી લઉં છું.
જે સામે છે તે અર્ધ સત્ય છે
જે પોતાના સમાજનો હાથો બનીને દુષણને જે પ્રેરણા આપે છે. મે આવું ધાર્યું ન હતું. જે સામે છે તે અર્ધ સત્ય છે. અવાજ દબાવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને લોકોની નજરમાંથી પાડવાનો પ્રાસ થઇ રહ્યો છે તે ના કરશો. જે ખોટું છે તેને સામે લાવો. કૌંભાડીઓ સામે સરકાર કડક પગલાં લે. મુળ વાતમાંથી ભટકાવાનો પ્રયાસ છે.