+

પ્રેમની શોધ કરવા માટે જાપાનમાં યુવાનોએ ફરી જૂની પદ્ધતિનો ઉપયોગ શરુ કર્યો

દરેક વ્યક્તિ સારા જીવનસાથીની શોધમાં હોય છે. આખી જીંદગી વિતાવવા માટે દરેક વ્યક્તિને એવો લાઈફ પાર્ટનર જોઈએ છે જે તેને સમજી શકે. પરંતુ આજની નવીન જીવનશૈલીમાં, ડેટિંગ સાઇટ્સ અને ડેટિંગ એપ્લિકેશન્સ આ મહત્વપૂર્ણ કાર્ય માટે એકમાત્ર આધાર બની ગયા છે. ઘણી વખત આ ડેટિંગ સાઈટ્સ પર લાઈફ પાર્ટનર પસંદ કરવામાં પણ ભૂલ થઈ જાય છે. આવી સ્થિતિમાં જાપાનના એક શહેરમાં સાચા જીવનસાથીને શોધવા માટે જૂના જમા
દરેક વ્યક્તિ સારા જીવનસાથીની શોધમાં હોય છે. આખી જીંદગી વિતાવવા માટે દરેક વ્યક્તિને એવો લાઈફ પાર્ટનર જોઈએ છે જે તેને સમજી શકે. પરંતુ આજની નવીન જીવનશૈલીમાં, ડેટિંગ સાઇટ્સ અને ડેટિંગ એપ્લિકેશન્સ આ મહત્વપૂર્ણ કાર્ય માટે એકમાત્ર આધાર બની ગયા છે. ઘણી વખત આ ડેટિંગ સાઈટ્સ પર લાઈફ પાર્ટનર પસંદ કરવામાં પણ ભૂલ થઈ જાય છે. આવી સ્થિતિમાં જાપાનના એક શહેરમાં સાચા જીવનસાથીને શોધવા માટે જૂના જમાનાની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. ચાલો તમને જણાવીએ કે આખરે આ જૂની પદ્ધતિ શું છે.
લવ લેટર સાથે જીવનસાથીની શોધમાં
હાલમાં ડેટિંગ એપ્લીકેશન અને વેબસાઈટ જીવન સાથી શોધવા માટે યુવાનોની પ્રથમ પસંદગી બની ગઈ છે. દરેક વ્યક્તિ સાચા પ્રેમને શોધવા માટે ડિજિટલ રસ્તો અપનાવી રહ્યો છે. આ બધા વચ્ચે એક જાપાની શહેર કેટલીક અનોખી યુક્તિઓ અપનાવી રહ્યુ છે. આ શહેરના લોકોએ જૂના જમાનાના પ્રેમ પત્રો વાળો રસ્તો અપનાવી રહ્યા છે.
આ પદ્ધતિ યુવાનોમાં લોકપ્રિય બની 
આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ જાપાનના મિયાઝાકી શહેરની. જન્મ દરને પ્રોત્સાહન આપવા માટે અહીંના લોકો એકબીજાને પ્રેમ પત્રો મોકલી રહ્યા છે. જૂના જમાનાની આ પદ્ધતિ આ શહેરનો જન્મ દર વધારવામાં સફળ ગણાઇ રહી છે. એએફપીના અહેવાલ મુજબ શહેરમાં પ્રેમ પત્રો લખવાની જૂની ટ્રિક યુવાનોમાં ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે. પ્રેમની શોધમાં વધુને વધુ લોકો આવો પ્રયાસ કરી રહ્યા છે. ઑનલાઇન ડેટિંગની તુલનામાં, આ પદ્ધતિમાં થોડો સમય વધાારે જોઇએ છે. આ જૂની યુક્તિને પુનર્જીવિત કરનાર સ્થાનિક કન્સલ્ટિંગ ફર્મના વડા રી મિયાતાએ કહ્યું કે આ જૂની યુક્તિ તમારા લખાણ અને વિચારો પર આધારિત છે. 
પ્રેમમાં શબ્દોની શક્તિ કામ આવે છે
કંપની દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, લગભગ 450 લોકોએ  આ નવી પહેલ માટે સાઇન અપ કર્યું છે અને તેમાંથી લગભગ 70 ટકા 20 થી 30 વર્ષની વચ્ચેના છે. સહભાગીઓને માત્ર તેમની ઉંમર જેવી કેટલીક વિગતો આપવામાં આવી હતી, પરંતુ કોઈ ફોટોગ્રાફ્સ આપવામાં નહોોતા આવ્યા. મિયાતાએ કહ્યું કે લાઈફ પાર્ટનર શોધવા માટે દેખાવ ઘણીવાર નિર્ણાયક પરિબળ હોય છે, પરંતુ પત્રોમાં તમને તમારા વ્યક્તિત્વ દ્વારા નક્કી કરવામાં આવે છે. માટે જ આ પદ્ધતિ અનુસાર શબ્દો જ એ માધ્યમ છે જેનાથી તમને તમારો પ્રેમ મળી શકશે.
Whatsapp share
facebook twitter