- પ્રેમિકાએ તેના પ્રેમીને ખવડાવી માછલી અને ભાત
- ઘરની બહાર નિકળતા જ પ્રેમીની હાલત થઈ ખરાબ
- પ્રેમીને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Bihar: બિહરા(Bihar)ના ઝારખંડમાં આવેલ ગોપાલગંજમાં પ્રેમિકા(Girlfriend)એ એવું કામ કર્યુ કે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે.પ્રેમિકાએ તેના પ્રેમી(Boyfriend)ને ઘરે જમવા બોલાવ્યા અને તેણે માછલી અને ભાતમાં ઝેર ભેળવી દીધુ,પ્રેમીએ આ ભોજન તો ખઈ લીધુ અને બહાર નિકળ્યો તો તે ત્યાંજ બેભાન થઈ ગયો હતો,આસપાસના લોકોએ તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
પોલીસે હાથધરી તપાસ
ગોપાલગંજના બંજરી ગામમાં, એક યુવકને તેની પ્રેમિકા દ્વારા કથિત રીતે માછલી અને ચોખામાં ઝેર ભેળવીને ખવડાવી દેવામાં આવ્યું છે.જેના કારણે યુવકની હાલત ગંભીર બની છે.રવિવારે મોડી સાંજે, એક યુવકને તેની પ્રેમિકા તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું, અને પછી તેણે કથિત રીતે તેને ઝેર આપ્યું હતું. પીડિત યુવક તેજસ્વી શર્મા નગર પોલીસ સ્ટેશનના બંજરી ગામનો રહેવાસી છે અને કોર્ટમાં ખાનગી કર્મચારી તરીકે કામ કરે છે. તેમને ગંભીર હાલતમાં સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાંથી તેમને ગોરખપુર રિફર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો –Congress : માધબી બુચના પગાર મુદ્દે વિવાદ, SEBI વડા પર કોંગ્રેસના સવાલો
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, તેજસ્વી શર્મા પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. છ વર્ષ પહેલા તે તેની પ્રેમિકાને કોર્ટમાં મળ્યો હતો, જ્યાં તે કોઈ કામ માટે આવી હતી. ધીમે-ધીમે તેમની ઓળખાણ પ્રેમમાં બદલાઈ ગઈ અને તેઓ ગુપ્ત રીતે મળવા લાગ્યા. જોકે, બે વર્ષ બાદ પ્રેમિકાએ તેજસ્વી પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવ્યો અને તેની સામે કેસ દાખલ કર્યો. આરોપ છે કે બાદમાં તેણે કેસ પાછો ખેંચવા માટે તેજસ્વી પાસેથી 1 લાખ 60 હજાર રૂપિયા પણ લીધા હતા.
આ પણ વાંચો –5 કલાકની પૂછપરછ બાદ Amanatullah Khanની ધરપકડ
ઝેરની વાત છે
તેજસ્વીએ તેના એક મિત્રને ફોન કર્યો, જે તેને તાત્કાલિક સદર હોસ્પિટલ લઈ ગયો. તબીબોએ તેની હાલત ગંભીર જાહેર કરી તેને ગોરખપુર રીફર કર્યો હતો. બેભાન અવસ્થામાં તેજસ્વીએ તેના મિત્રને કહ્યું કે તેની પ્રેમિકાએ તેને ઝેર આપ્યું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.