-
X.com નો ઉપયોગ કરીને નાણાની ચૂકવણી કરી શકશો
-
X.com નવા ફિચર્સને લઈ માહિતી શેર કરી હતી
-
આ નવા ફિચર્સને લઈ લોકો ઘણા ઉત્સાહિત છે
X an everything app: Elon Musk ના હાથમાં જ્યારે X ની કમાન આવી છે, તે દિવસથી લઈ અત્યાર સુધી તેની લોકપ્રિયતામાં વધારો કરવા માટે નવતર ફેરફારો કરવામાં આવતા હોય છે. સૌ પ્રથમ Elon Musk એ ટ્વિટર ચકલીને નીકાળી દીધી હતી. જે બાદ તેમણે ટ્વિટરનું નામ બદલીને X કરી નાખ્યું હતું. તો આ વર્ષની અંદર Elon Musk એ ડોમેઈનની અંદર ટ્વિટર શબ્દ હટાવીને X.com કરી નાખ્યું હતું. તો હવે, વધુ એક ફેરફાર X.com માં કરવાનો નિર્ણય Elon Musk એ લીધો છે.
X.com નો ઉપયોગ કરીને નાણાની ચૂકવણી કરી શકશો
Elon Musk એ એવો વિચાર કર્યો છે કે, X.com ને એવી રીતે તૈયાર કરવામાં આવે કે, ઉપભોક્તાઓ દરેક ડિજિટલ વસ્તુઓની માહિતી ઉપરાંત લેવડ-દેવડનો ઉપયોગ X.com પર કરી શકે. તેના માટે X.com ને Elon Musk એ x an everything app બનાવવા માટે નવતર પહેલ હાથ ધરી છે. ત્યારે આ ફેરફારો ઝડપથી X.com માં જોવા મળશે. કારણ કે… હવે, X.com નો ઉપયોગ કરીને તમે વિશ્વના ખૂણામાં બેઢેલી કોઈ પણ વ્યક્તિને નાણાની ચૂકવણી કરી શકશો. હાલ, આ ફિચર્સ પર કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: Girlfriend એ કર્યા હોય બ્લોક, તો આ 3 સ્ટેપથી થઈ શકશો Unblock
X.com નવા ફિચર્સને લઈ માહિતી શેર કરી હતી
X Payment is coming soon!!! @elonmusk
is turning X into an “everything app”!Will it become a globally available super app? Will crypto like @dogecoin or #BTC be supported?
Here are a few facts:
-X Payments has secured money transmitter licenses in 28 states.
-It still… https://t.co/2lKAkSCDGb— MYX.Finance (@MYX_Finance) August 7, 2024
જોકે X.com પર આ ફિચર્સને લઈ અનેક આંતરરાષ્ટ્રીય અહેવાલ સામે આવ્યા છે. તે ઉપરાંત X.com ના કર્મચારીઓ દ્વારા પણ આ ફિચર્સને લગતી માહિતી શેર કરવામાં આવી છે. તાજેતરમાં X.com પર Nima Owji એ સોશિયલ મીડિયા પર X.com નવા ફિચર્સને લઈ માહિતી શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. તેના અંતર્ગત ભવિષ્યમાં X.com પર ડાબી બાજુ આવેલા નેવિગેશન પેનલમાં હાજર બુકમાર્ક વિકલ્પની નીચે પેમેન્ટ વિકલ્પને દાખલ કરવામાં આવશે.
આ નવા ફિચર્સને લઈ લોકો ઘણા ઉત્સાહિત છે
ત્યારે X.com પર આ નવા ફિચર્સને લઈ લોકો ઘણા ઉત્સાહિત છે. કારણ કે… મોટાભાગના લોકો સામાજિક અને વૈશ્વિક બાબતોને લઈ X.com પર સૌથી વધુ પ્રતિક્રિયા આપતા હોય છે. તે ઉપરાંત વૈશ્વિક સ્તરે X.com નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તો જ્યારે X.com માં આ પ્રકારની નવી ડિજિટલ સુવિધા દાખલ કરવામાં આવી રહી છે. ત્યારે આ ખબર સાથે લોકો ઉત્સુક થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Spam Calls: TRAI ની ટેલિકોમ કંપનીઓને ચેતવણી, આ નિયમનો કર્યો ભંગ તો થઈ જશે Ban