Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

World : હાનિયાની હત્યા બાદ વિશ્વમાં તણાવ..નવા જૂની થશે…?

12:24 PM Jul 31, 2024 | Vipul Pandya
  • હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં હત્યા
  • હાનિયાના મોત બાદ વૈશ્વિક તણાવ
  • અમેરિકા ઇઝરાયેલના પક્ષમાં
  • રશિયા અને તુર્કિયેએ હત્યાને વખોડી

World : આતંકવાદી સંગઠન હમાસના ટોચના નેતા અને તેની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં હત્યા કરવામાં આવી હતી ખુદ હમાસે એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલના હુમલામાં સંગઠનના પોલિટિકલ બ્યુરો ચીફ અને અન્ય પેલેસ્ટાઈન અધિકારી માર્યા ગયા હોવાનું જણાવ્યું હતું. જો કે હવે વિશ્વ (World )ના વિવિધ દેશોએ આપેલા નિવેદનોથી વૈશ્વિક તણાવ વધ્યો છે. અમેરિકાએ જો ઇઝરાયેલ પર હુમલો થયો તો અમે તેમની રક્ષા માટે મદદ કરીશું તેવું મહત્વનું નિવેદન આપ્યું છે. બીજી તરફ હૈતીએ અમેરિકાને ધમકી આપી છે. રશિયા અને તુર્કિયે પણ ઇઝરાયેલની કડક નિંદા કરી હતી

હાનિયાના મોત પર રશિયા અને તુર્કી ગુસ્સે

ઈરાનમાં ઈસ્માઈલ હાનિયાના મોતને લઈને રશિયા અને તુર્કી ગુસ્સે છે. રશિયાએ આ હત્યાને ‘અસ્વીકાર્ય રાજકીય હત્યા’ ગણાવી હતી. તે જ સમયે, તુર્કીએ તેને શરમજનક ગણાવ્યું અને કહ્યું કે આનાથી પ્રદેશમાં એક નવો સંઘર્ષ શરૂ થશે.

ઇરાને ઈમરજન્સી મીટીંગ બોલાવી

ન્યૂયોર્ક ટાઈમ્સે ઈરાનના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનીના નિવાસસ્થાને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આવી બેઠકો કટોકટીની પરિસ્થિતિઓમાં જ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુદ્સ ફોર્સના કમાન્ડર ઈસ્માઈલ ગની પણ બેઠકમાં પહોંચ્યા છે. અહેવાલમાં ઈરાનના સરકારી ટીવીને પણ ટાંકવામાં આવ્યું છે કે હાનિયાની હત્યા ગાઝા યુદ્ધવિરામ-બંધક મુક્તિ કરારમાં કેટલાક મહિનાઓ વિલંબ કરશે અને આ ક્ષેત્રમાં ઈરાન સમર્થિત જૂથો દ્વારા બદલો લેવામાં આવશે.

આ પણ વાંચો—Mossad એ કેવી રીતે ઠાર કર્યો હમાસના ચીફને…?

મિસાઇલ બહારના દેશમાંથી છોડાયો

હિઝબુલ્લાહ તરફી લેબનીઝ અલ માયાદીન ન્યૂઝ વેબસાઈટે ઈરાનના એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાને મારવા માટે જે મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અન્ય દેશમાંથી છોડવામાં આવ્યો હતો. સૂત્રનું કહેવું છે કે મિસાઈલ ઈરાનની અંદરથી છોડવામાં આવી નથી.

હૈતીએ અમેરિકાને ધમકી આપી

યમનના હૈતી સંગઠને આ હુમલા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. હૈતીએ કહ્યું કે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાની મુલાકાત દરમિયાન હત્યાઓ માટે લીલી ઝંડી આપી દીધી છે. જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં અમેરિકા સામેલ છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે.

અમેરિકાએ કહ્યું- જો ઈઝરાયેલ પર હુમલો થશે તો…

ઈરાનમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાના મોત બાદ અમેરિકાના રક્ષા મંત્રી લોઈડ ઓસ્ટીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ઈઝરાયેલ પર હુમલો થશે તો અમે તેના બચાવમાં મદદ કરીશું. હકીકતમાં, હાનિયાના મૃત્યુ બાદ ઈરાનમાં એવી અટકળો ચાલી રહી છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે.

આ પણ વાંચો—Israeli Army નો સપાટો, હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરને મારી નાખ્યો