- કેમ ઉજવાય છે વિશ્વ સિંહ દિવસ ?
- ડેરેક અને બેવર્લી જોબર્ટે સહ સ્થાપના કરી હતી
- સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હેતું
- સિંહ 81 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે
- સિંહનું આયુષ્ય 16થી 20 વર્ષનું હોય છે
આજે ‘વિશ્વ સિંહ દિવસ’ (World Lion Day) છે. આજે સમગ્ર વિશ્વમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તેમને અહીં જણાવીશું કે ‘વિશ્વ સિંહ દિવસ’ની કેમ ઉજવણી કરવામાં આવે છે ? અને તેનો ઇતિહાસ શું છે ? સાથે જ અહીં તેમને ગુજરાતનાં ગૌરવ સમાન સિંહ વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જણાવીશું.
‘વિશ્વ સિંહ દિવસ’નો ઇતિહાસ
જણાવી દઈએ કે, ‘વિશ્વ સિંહ દિવસ’ (World Lion Day) ઉજવણીની સ્થાપના 10 ઓગસ્ટ 2013 ના રોજે થઈ હતી. બિગ કેટ રેસ્ક્યૂ (Big Cat Rescue) દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. બિગ કેટ રેસ્ક્યૂ એ વિશ્વનું સૌથી મોટું અભ્યારણ્ય છે. ડેરેક અને બેવર્લી જોબર્ટે (Dereck and Beverly Joubert) સહ સ્થાપના કરી હતી. જણાવી દઈએ કે, જોબર્ટ્સે વર્ષ 2009 માં બિગ કેટ ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું. વિશ્વમાં સિંહોની દયનીય સ્થિતિ અને સતત ઓછી થતી સંખ્યાને ધ્યાને લઈને વર્ષ 2013 માં જોબર્ટ્સે સિંહને બચાવવાનું અભિયાન હાથ ધર્યું હતું. જોબર્ટ્સનાં પ્રયાસોને જોઈ નેશનલ જિયોગ્રાફિક (National Geographic) અને બિગ કેટ ઇનિશિયેટિવનાં પ્રયાસોને એક કર્યા હતા.
આ પણ વાંચો – Chief Minister શ્રીની હાજરીમાં 10 ઓગષ્ટ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઊજવણી
કેમ ઉજવાય છે વિશ્વ સિંહ દિવસ?
ગેરકાયદેસર વન્યપ્રાણી વેપાર, વસવાટની ખોટ અને મનુષ્ય અને સિંહો વચ્ચેનાં સંઘર્ષને કારણે વિશ્વમાં સિંહોની વસ્તી સતત ઘટી છે. IUCN મુજબ, વિશ્વમાં સિંહોની (Lion) વસ્તી અંદાજે માત્ર 23 હજાર થી 39 હજાર જેટલી જ છે. જો કે, કેટલાક અન્ય ચોંકાવનારા ડેટા અનુસાર તો આ સંખ્યા લગભગ 20 હજાર હોઈ શકે છે. આમ, સિંહોની વસ્તીમાં 95 ટકાનો જંગી ઘટાડો થયો છે. સો વર્ષ પહેલાં આફ્રિકા (Africa) અને એશિયામાં (Asia) 2 લાખથી વધુ સિંહો હતા, પરંતુ હવે તેમની સંખ્યા ઘટીને 20 હજારની આસપાસ ગઈ છે. આથી, સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે ‘વિશ્વ સિંહ દિવસ’ (World Lion Day) મનાવવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય સિંહોની ઘટતી સંખ્યાને વધારવાનો છે. સાથે જ સિંહોનાં કુદરતી રહેઠાણને જોખમથી બચાવવા, સિંહોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઊજાગર કરવા, સિંહોનાં સંરક્ષણ માટે કામ કરવા અને સિંહોને દુર્દશાથી બચાવવા અને તેમનું જનત કરવાનો પણ છે.
આ પણ વાંચો – VADODARA : રીલ્સના ચક્કરમાં ત્રણ સવારી બાઇક પર સીન સપાટા
સિંહ વિશે કેટલીક રસપ્રદ વાતો
અભ્યાસ મુજબ, એક વયસ્ક સિંહની ગર્જના 8 કિમી દૂરથી સાંભળી શકાય છે. સિંહ (Lion) 81 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. જ્યારે સાવજ અંધારામાં પણ એક માણસ કરતા 6 ગણું સારી રીતે જોઇ શકે છે. સિંહનું વજન 190 કિલો સુધી હોય છે. જ્યારે સિંહણનું વજન 130 કિલો સુધી હોય છે. એક સિંહનું આયુષ્ય 16થી 20 વર્ષ સુધીનું હોય છે. સિંહની સાંભળવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. ભારતનાં રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ (Ashoka Stambh) પર પણ સિંહનું ચિત્ર છે. સિંહો બિલાડી પ્રજાતિનું પ્રાણી હોવાથી તેને બિગ કેટ પણ કહેવાય છે. નર સિંહની ગરદન પરનાં વાળને કેશવાળી કહેવાય છે જ્યારે સિંહણની ગરદન પર વાળ નથી હોતા.
આ પણ વાંચો – Chhota Udepur : આદિવાસીઓનાં ઘરની દિવાલો પર જોવા મળતી અનોખી પ્રતિકૃતિ “બાબા પીઠોરા”