Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મુસલમાનો પાસેથી મતદાનનો અધિકાર પાછો ખેંચી લેવામાં આવે : બિહાર ધારાસભ્ય

06:29 PM Apr 22, 2023 | Vipul Pandya

દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નેતાઓના નિવેદન સતત ચર્ચામાં બની રહ્યા છે. તાજેતરમાં બિહારના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે મુસ્લિમોના અધિકારોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ સરકાર પાસે માંગણી કરી છે કે, મુસ્લિમો પાસેથી મતદાનનો અધિકાર પાછો ખેંચી લેવામાં આવે. હરિભૂષણ ઠાકુરે આ નિવેદન AIMIM ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રગીત નહીં ગાવાની જાહેરાત પર આપ્યું છે.
બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, મુસ્લિમો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએ. તેમણે કહ્યું કે, મુસ્લિમોને 1947માં બીજો દેશ (પાકિસ્તાન) મળ્યો છે, ત્યાં જતુ રહેવું જોઇએ. ઠાકુરે કહ્યું કે, જો તમે અહીં રહેશો તો તમારે બીજા વર્ગના નાગરિક તરીકે જીવવું પડશે. ભાજપના ધારાસભ્યએ તો મુસ્લિમોને માનવતાના દુશ્મન ગણાવ્યા અને કહ્યું કે, તે સમગ્ર દુનિયાને ઈસ્લામિક સ્ટેટ બનાવવા માંગે છે. ભૂષણે બજેટ સત્રના એક દિવસ પહેલા આ નિવેદન આપ્યું હતું, જેથી વિધાનસભામાં હંગામો થઈ શકે.
જ્યારે ગુરુવારે વિધાનસભા પરિસરમાં પત્રકારોએ ઠાકુરને AIMIM ધારાસભ્યોની વસ્તીના આધારે ભાગીદારીની માંગ અંગે પ્રશ્ન કર્યો ત્યારે ધારાસભ્યએ કહ્યું, “હું કહું છું કે 1947માં ધર્મના નામે દેશનું વિભાજન થયું હતું. તેમને બીજો દેશ મળ્યો, બીજા દેશમાં જાઓ. જો અહીં રહેતા હોય તો હું સરકાર પાસે માંગ કરું છું કે તેમનો મતદાનનો અધિકાર ખતમ કરવામાં આવે. તે ભારતમાં બીજા સ્તરના નાગરિક તરીકે રહી શકે છે.

ઠાકુરે આગળ કહ્યું, “ચોક્કસપણે એક એજન્ડા છે, ISI પાસે એક એજન્ડા છે, એક ઇસ્લામિક રાજ્ય બનાવવાનો એજન્ડા છે, તેઓ અફઘાનિસ્તાનમાં શું કરી રહ્યા છે, પાકિસ્તાનને જુઓ, તે માનવતાનો દુશ્મન છે. મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએ. તેઓ લઘુમતીમાં નથી. આ શબ્દ ભારતના બંધારણ સાથે મજાક સમાન છે, કારણ કે પ્રસ્તાવનામાં લખ્યું છે કે આપણે ભારતના લોકો, તો પછી લઘુમતી કોણ, બહુમતી કોણ.