+

T20 World Cup Anthem : ક્રિકેટના તાલે ઝૂમવા થઇ જાઓ તૈયાર, ICC એ લોન્ચ કર્યું નવું એન્થમ

ICC Men’s T20 World Cup Anthem : T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે અલગ અલગ દેશ પોતાની ટીમનું એલાન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની પણ…

ICC Men’s T20 World Cup Anthem : T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે અલગ અલગ દેશ પોતાની ટીમનું એલાન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વખતે T20 વર્લ્ડ પર અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે. જેને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી કેટલીક ટીમોને બાદ કરતાં તમામે પોતાની 15 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી દીધી છે. હવે આને આગળ વધારતા આજે એટલે કે 2 એપ્રિલે ICC એ ‘Out of this World’ ટાઇટલ સાથેનું એન્થમ બહાર પાડ્યું છે.

ICC એ બહાર પાડ્યું ‘Out of this World’ ટાઇટલ સાથેનું એન્થમ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 હવે નજીક છે ત્યારે તે પહેલા ICC એ ‘Out of this World’ ટાઇટલ સાથેનું એન્થમ બહાર પાડ્યું છે. આ એન્થમના વીડિયોમાં મોટા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. 8 વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ યુસૈન બોલ્ટ, શિવનારાયણ ચંદ્રપોલ સહિત અનેક સેલિબ્રિટી તેમાં જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, ICC એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ એન્થમનો વીડિયો શેર કર્યો છે. આ એન્થમને Sean Paul અને Kesaband દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ એન્થમ વિશે ગ્રેમી એવોર્ડ વિજેતા Sean Paul એ કહ્યું કે, સંગીત અને ક્રિકેટનો અર્થ લોકોને એક કરવા માટે છે. તેમાં ઘણી શક્તિ છે. ICC નું ‘Out of this World’ એન્થમ સકારાત્મક ઉર્જા આપવા જઈ રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના ક્રિકેટ સ્ટેડિયમોમાં વાગતા આ એન્થમની ગુંજ પાર્ટી જેવો માહોલ સર્જશે. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેવાની છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની જો વાત કરીએ તો ટીમનું નેતૃત્વ કેપ્ટન રોહિત શર્મા કરશે. જ્યારે ઉપકપ્તાન હાર્દિક પંડ્યા હશે.

મેગા ઈવેન્ટ માટે ટીમોની થઇ રહી છે જાહેરાત

T20 વર્લ્ડ કપ પહેલા તેનો ઉત્સાહ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જણાવી દઇએ કે, ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, કારણ કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારી આ મેગા ઈવેન્ટ 2 જૂનથી શરૂ થવાની છે. અગાઉ, તમામ ટીમોની જાહેરાત 2 મે સુધીમાં થવાની હતી, પરંતુ હવે માત્ર કેટલીક ટીમોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ન્યુઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને નેપાળ જેવી ટીમોના નામ સામેલ છે.

આ પણ વાંચો – RINKU SINGH ને શા માટે T20 વર્લ્ડ કપમાંથી રખાયો બહાર, કારણ આવ્યું સામે..

આ પણ વાંચો – T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીઓ થયા રિપીટ, આ રમશે પહેલીવાર

Whatsapp share
facebook twitter