- અમેરિકામાં Human Bird Flu નો પહેલો કેસ
- કોરોના પછી હવે બર્ડ ફ્લૂનો ખતરો
- પ્રાણીના સંપર્ક વિના બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો
Human Bird Flu Case : કોરોના વાયરસ (Coronavirus) પછી વિશ્વ માટે વધુ એક ચિંતાનો વિષય ઉભો થયો છે. Human Bird Flu નો પહેલો કેસ અમેરિકા (America) માં નોંધાયો છે. એક દર્દી, જે આ વાયરસથી સંક્રમિત થયો હતો, તેની સારવાર હાલમાં મિઝોરીની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, આ દર્દી હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. આરોગ્ય વિભાગની ટીમ આ કેસની તપાસ કરી રહી છે.
અમેરિકામાં નવો વાયરસ
જે રીતે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસે તબાહી માચાવી હતી તેવી જ રીતે અવનવા વાયરસના કેસ સમયાંતરે આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. હવે એક નવો વાયરસ અમેરિકામાં નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, પહેલીવાર વિશ્વમાં Human Bird Flu નો કોઇ કેસ સામે આવ્યો છે. CDC એ જણાવ્યું છે કે, આ વર્ષે આ 14મો Human Bird Flu નો કેસ છે, પરંતુ આ પહેલી વખત છે કે કોઈ પણ પ્રાણીએ આ ચેપ ફેલાવ્યો નથી. એજન્સીએ કહ્યું કે વર્તમાન ડેટા પર નજર કરીએ તો તે લોકો માટે જોખમી નથી. બર્ડ ફ્લૂ એ એક વાયરલ રોગ છે જે મોટાભાગના પક્ષીઓ અને પ્રાણીઓને ચેપ લગાડે છે. મનુષ્યોમાં તેનો ચેપ ભાગ્યે જ જોવા મળે છે.
H5 નો પહેલો કેસ આવ્યો
CDC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો અમેરિકામાં અગાઉ બર્ડ ફ્લૂનો ચેપ લગાવી ચૂક્યા છે તેઓ ચેપગ્રસ્ત મરઘાં અથવા પ્રાણીઓના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ મિઝોરી દર્દી બીમાર અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવ્યા વિના H5 નો પહેલો કેસ છે. મિઝોરીના આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે. દર્દીને પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ હતી.
આ પણ વાંચો: બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ચેક રિપબ્લિકમાં હવે ફૂટ્યો, જાણો કેટલું થયું નુકસાન