Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Arjun Modhwadia: ગુજરાતની રાજનીતિમાં શા માટે જરૂરી છે અર્જુન મોઢવાડિયા? જાણો તેમની રાજનીતિક સફર

06:43 PM Mar 04, 2024 | VIMAL PRAJAPATI

Arjun Modhwadia: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં (Arjun Modhvadiya Family) એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વને સમજે છે એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.

આ રહીં તેમની શિક્ષણ અને પ્રારંભીક કારર્કિદીની વિગત

Arjun Modhwadia એ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાના સરકારી શાળામાં પૂર્ણ કર્યુ હતું. ત્યારે બાદ 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવેલ છે. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે, 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા હતાં. આ દરમિયાન તેઓ 1988માં ‘એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટી’ (Executive Council of the University)ના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. એન્જિન્યરિંગના અભ્યાસ બાદ અર્જુન મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા. પરંતુ અર્જુન મોઢવાડિયાનો જીવનનો ધ્યેય લોકસેવાનો હતો. એટલે 1993 માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.

1997થી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને સફળ પણ થયા

અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે ભારતના સૌથી જુના રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. લોકસેવામાં સમર્પિત રહીને તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. વક્તૃત્વ કળા નિપૂર્ણ અને કર્તવ્ય નિભાવવા ઉત્સુક અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતીં. જેને યોગ્ય રીતે નિભાવતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી સુપેરે નિભાવી હતી.

જાણો અર્જુન મોઢવાડિયાનું રાજકીય મહત્વ

અર્જુનભાઈ મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. સાથે જ તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. તેમને પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું પીઠ બળ છે. જેના કારણે પોરબંદરમાંથી તેમની ટિકેટ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

અર્જુન મોઢવાડિયાના સામાજિક કાર્યોની વાત કરીએ

અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)ને લોકો પ્રત્યે ઉંડી લાગણી છે, જે તેમને સતત લોકો માટે કાર્યરત રહેવાની પ્રેરણા પુરી પાડે છે. તેઓ જાહેરજીવનની સાથે સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાર્વજનિક ટ્ર્સ્ટો સાથે પણ સંકળાયેલા છે. તેઓ માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના સંસ્થાપક સભ્ય અને ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ પોરબંદરમાં ડો. વિ આર ગોઢાણિયા મહિલા આર્ટસ, કોમર્સ, ગૃહ સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરે છે. તેઓ ગ્રામ ભારતી હાઇસ્કુલ, બગવદર ના અધ્યક્ષ પણ છે. તેઓ કેશોદમાં ટીબીના દર્દીઓ માટે હોસ્પિટલનું સંચાલન કરતી ‘સોરઠ ક્ષય નિવારણ સમિતિ’ના ટ્રસ્ટી તરીકે પણ કુશળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.

જાણો શા માટે લોકપ્રિય છે અર્જુન મોઢવાડિયા?

અર્જુનભાઈ મોઢવાડિયા વર્ષ 2000થી 2012 સુધી પોરબંદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહ્યા છે. આ દરમિયાન તેમણે પોરબંદરને પ્રગતિના પથ પર અગ્રેસર કરી સમાજના દરેક વર્ગની સર્વાંગી ઉન્નતીને ધ્યાનમાં રાખી કામ કર્યુ હતું. અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પહોંચને કારણે પોરબંદરને અનેક આર્થિક તેમજ સામાજીક લાભો મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકોના પાયાના પ્રશ્નો પણ ઉકેલાયા. અર્જુનભાઈ મોઢવાડિયાએ તત્કાલીન યુપીએ સરકારમાં રજુઆત કરી ‘જવાહરલાલ નહેરુ અર્બન રીન્યુઅલ મિશન’ યોજનામાં પોરબંદરનો ખાસ કેસમાં સમાવેશ કરાવી 872 કરોડની માતબર ગ્રાન્ટ મંજુર કરાવી. જેમાંથી 90.29 કરોડના ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્રઢ બનાવી, 77.77 કરોડના ખર્ચે ગરીબો માટે 2,448 આવાશોનું બાંધકામ કર્યુ, 14.63 કરોડના ખર્ચે કચરાના નિકાલની વ્યવસ્થા અને 128.10 કરોડના ખર્ચ પોરબંદરમાં ભુગર્ભ ગટર યોજના મંજુર કરાવી, તેમજ 180.99 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને 10.40 કરોડના ખર્ચે સ્ટ્રીટલાઈનું નવીનીકરણ, 367 કરોડના ખર્ચે પોરબંદરમાં સિમેન્ટના રસ્તા અને 50.6 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળોનો વિકાસ સહિતના કામો મંજુર કરાવ્યા.

કોરોના દર્દીઓની સેવામાં પણ તેઓ સક્રિય રહ્યા હતા

અર્જુનભાઈ મોઢવાડિયાએ કોરોના મહામારીમાં લોકડાઉન થી પ્રભાવિત પોરબંદર વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને 20,500 રાશન કીટનું વિતરણ (1 કીટમાં 5KG ડુંગળી/બટાકા, 2KG ઘઉં, 250 ગ્રામ શાકભાજી, 250 ગ્રામ સુકી ચા, મશાલા પેકેટ) કર્યુ, તેમજ પોરબંદરમાં કોરોના દર્દીઓની સેવામાં તમામ સુવિધાઓ સાથે ‘કોરોના દર્દી સેવા રથ’ એમ્બ્યુલન્સ સમર્પિત કરી સાથે જ ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 45 ઓક્સિજન ફ્લો મિટર અને તેમજ ઓક્સિજન સિલેન્ડરની વ્યવસ્થા કરી આપી.

અર્જુન મોઢવાડિયા એટલે સ્થાનિક લોકોના પ્રશ્નોનો ઉકેલ

અર્જુનભાઈ મોઢવાડિયાએ ધારાસભ્ય પદે રહેતા પોરબંદરના માછીમાર ભાઈઓ માટે 100 કરોડનું પેકેજ મંજુર કરાવ્યુુ, તેમજ મિયાણી ગામે ડ્રેજીંગ અને બારાના કામો મંજુર કરાવ્યાુ, પોરબંદરમાં નવી ફીશ માર્કેટનું બાંધકામ કરાવ્યુ, બંદર ઉપર ટાવર લાઈટો લગાવી, ફોરલેન રોડ બનાવ્યા તેમજ અર્જુનભાઈ મોઢવાડિયા આત્યારે મત્સ્ય ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ લાવવા, પોરબંદરને બારમાસી બંદર તરીકે વિકસાવવા અને પાકિસ્તાન દ્વારા પકડાયેલ માછીમારોને મુક્ત કરાવવા પ્રયત્નશીલ સાગર ખેડુઓનું જીવન ધોરણ સુધારવા સતત પ્રયત્નશીલ રહે છે.

આ video માં જૂઓ અર્જુન મોઢવાડિયાએ આપેલ રાજીનામાની સંપૂર્ણ વિગતો

અર્જુન મોઢવાડિયા કરેલા શિક્ષણ કાર્ય

અર્જુનભાઈ મોઢવાડિયાએ ધારાસભ્ય પદે રહેતા પોરબંદર શહેર તેમજ ગ્રામ્યની સરકારી પ્રાથમિક શાળાઓનું નવીનીકરણ કરાવ્યુ, 3.75 કરોડના ખર્ચે I.T.I. કોલેજના નવા બિલ્ડીંગનું બાંધકામ કરાવ્યુ, 2 નવી આદર્શ નિવાસી શાળાઓ અને 1 નવા સરકારી કન્યાછાત્રાલયનું નિર્માણ કરાવ્યુ, બગવદર, નાગકા, વિસાવાડા ગામમાં નવી ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મંજુરી કરાવી સાથે જ દલીત ભાઈઓ માટેના વિદ્યાર્થી ભવન માટે 25 લાખની ગ્રાન્ટ મંજુર કરાવી હતી. ઉપરાંત નવુ ફીશીંગ પાર્ટ બનાવી બોટ પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા પ્રયત્નશીલ રહેશે અને બંધ થયેલ મહારાણા મિલના કામદારોના પ્રશ્નો ઉકેલ્યા હતા.

આ પણ વાંચો: BJP campaign: 2014 થી લઈને 2024 ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના નારા