Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શરદ પવારે પોતાને મળેલી Z+ સુરક્ષા પર કેમ ઉઠાવ્યો વાંધો?

04:00 PM Aug 23, 2024 |
  • શરદ પવારે ‘Z+ સુરક્ષા’ ઉપર ઉઠાવ્યા વાંધા
  • સુરક્ષા ખર્ચ કેમ? પવારના સવાલો 
  • પવારનો સવાલ: સુરક્ષાની જરૂરિયાત કે રાજકીય દાવપેચ?

Sharad Pawar : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા, શરદ પવારને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ‘Z+ સુરક્ષા’ (Z+ Security) આપવામાં આવી છે, જે VIP સુરક્ષાની સૌથી ઉચ્ચતમ શ્રેણી છે. આ સંદર્ભમાં પવારનો મત છે કે આ નવી સુરક્ષા વ્યવસ્થા તેમના વિશે ‘અધિકૃત માહિતી’ મેળવવાનો એક રસ્તો બની શકે છે. આ સુરક્ષા તે સમયે આપવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે.

શરદ પવારને Z+ સુરક્ષા અપાઈ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પવારે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયના એક સૂત્રએ તેમને જાણકારી આપી હતી કે સરકારે 3 વ્યક્તિઓને ‘Z+ સુરક્ષા’ આપવા માટે નિર્ણય કર્યો છે, જેમાં તે પણ શામેલ છે. પવારે જ્યારે પૂછ્યું કે અન્ય 2 વ્યક્તિઓ કોણ છે, તો તેમને કહેવામાં આવ્યું કે એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને બીજાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે. પવારે વધુમાં ઉમેર્યું, “ચૂંટણી નજીક આવી રહી છે, તો આ શક્ય છે કે મારી વિશે ‘અધિકૃત માહિતી’ મેળવવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.”

પવારનો સવાલ: સુરક્ષાની જરૂરિયાત કે રાજકીય દાવપેચ?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ને આદેશ આપ્યો છે કે 83 વર્ષીય પૂર્વ મહારાષ્ટ્ર મુખ્યમંત્રીને ‘Z+ સુરક્ષા’ પૂરી પાડવામાં આવે. CRPFની 55 સશસ્ત્ર જવાનોની ટીમ આ કાર્ય માટે ખાસ તૈનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુરક્ષા વધારવાની ભલામણ કેન્દ્રના એજન્સીઓ દ્વારા શરદ પવારને મળેલી ધમકીઓના મૂલ્યાંકન પછી કરવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થા સાથે, કેન્દ્ર સરકારે તેમને ‘Z+ શ્રેણી’નું સુરક્ષા કવચ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યને અંજામ આપવા માટે CRPFની એક ટીમ પહેલેથી જ મહારાષ્ટ્રમાં છે. VIP સુરક્ષા માટે ‘Z+’ શ્રેણી સૌથી ઉંચી સુરક્ષા શ્રેણી છે. VIP સુરક્ષા શ્રેણીનું વર્ગીકરણ સર્વોચ્ચ ‘Z+’ થી શરૂ થાય છે. આ પછી ‘Z’, ‘Y+’, ‘Y’ અને ‘X’ આવે છે.

આ પણ વાંચો:  કપિલ સિબ્બલને સલાહ આ કેસથી દૂર રહો! જાણો કોણે આ અપીલ કરી