+

કોણ હશે ગુજરાતનો 18મો ‘નાથ’, આજે થશે પસંદગી

ગુજરાત (Gujarat)માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવનારી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની આજે ખાસ બેઠક યોજાશે. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે. એક રીતે ગુજરાતના 18માં નવા મુખ્યમંત્રી (Chief Minister) કોણ હશે તે આજે નક્કી થઇ જશે.ભાજપના ધારાસભ્યોની ખાસ બેઠક ગાંધીનગરમાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય દળની આજે બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં કેà
ગુજરાત (Gujarat)માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવનારી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની આજે ખાસ બેઠક યોજાશે. આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે. એક રીતે ગુજરાતના 18માં નવા મુખ્યમંત્રી (Chief Minister) કોણ હશે તે આજે નક્કી થઇ જશે.
ભાજપના ધારાસભ્યોની ખાસ બેઠક 
ગાંધીનગરમાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય દળની આજે બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથસિંહ, બી.એસ. યેદિયુરપ્પા અને અર્જુન મુંડા પણ હાજર રહેશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિત આગેવાનો પણ હાજર રહેશે.
નવા મુખ્યમંત્રીની પસંદગી
પરંપરા મુજબ બેઠકમાં હાજર રહેલા ભાજપના તમામ 156 ધારાસભ્યો આજે ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. આ જે નેતાની પસંદગી થશે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 

ભૂપેન્દ્ર પટેલની પસંદગી થશે
જો કે લગભગ ભૂપેન્દ્ર પટેલ જ નવા મુખ્યમંત્રી તરીકે નિશ્ચીત મનાય છે. આજની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે વચગાળાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાશે કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને જ પ્રોજેક્ટ કર્યા હતા. 
12 ડિસેમ્બરે શપથવિધી
વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ગઇ કાલે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું હતું અને હાલ તેઓ કેર ટેકર તરીકે કાર્યરત છે. નવા મુખ્યમંત્રી તરીકે 12 ડિસેમ્બરે તેઓ ગાંધીનગર હેલીપેડ મેદાનમાં શપથ લેશે. તેમની સાથે નવું મંત્રી મંડળ પણ શપથ લે તેવી શક્યતા છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ તથા મુખ્યપ્રધાનો પણ હાજર રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


Whatsapp share
facebook twitter