+

હાર્દિક પટેલનું ભાજપમાં ભાવિ કેવું રહેશે ?

રંગે-ચંગે, ઢોલ-નગારા સાથે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તો ગયા પણ શું તેમને ગ્રહોનો સાથ મળશે ? ગ્રહોનો સાથ મળશે તો હાર્દિક પટેલ આ વૈતરણી તરી જશે અને જો ગ્રહોનો સાથ નહીં મળે તો જોયા જેવી થશે, એ વાત પણ નક્કી છે.  તા.2-6-2022, ગુરૂવારના રોજ બપોરે 12.38 કલાકે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગળામાં ધારણ કર્યો અને વિધિવત્ તેઓ જોડાયા. માટે, તેમના જોડાણની એ ક્ષણની કુંડળી મેં તૈયાર કરી જેથી, ભàª
રંગે-ચંગે, ઢોલ-નગારા સાથે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તો ગયા પણ શું તેમને ગ્રહોનો સાથ મળશે ? ગ્રહોનો સાથ મળશે તો હાર્દિક પટેલ આ વૈતરણી તરી જશે અને જો ગ્રહોનો સાથ નહીં મળે તો જોયા જેવી થશે, એ વાત પણ નક્કી છે.  
તા.2-6-2022, ગુરૂવારના રોજ બપોરે 12.38 કલાકે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ગળામાં ધારણ કર્યો અને વિધિવત્ તેઓ જોડાયા. માટે, તેમના જોડાણની એ ક્ષણની કુંડળી મેં તૈયાર કરી જેથી, ભાજપમાં તેમનું ભાવિ કેવું રહેશે તેનું ગ્રહો આધારિત મૂલ્યાંકન થઈ શકે. 
આ શુભ ચોઘડીયું હતું, ચંદ્રની ઓરા હતી અને ગુરૂવાર હતો અને સુદ પક્ષની ત્રીજ હતી. સાથે સાથે ગંડ યોગ પણ હતો એ બાબત ભૂલવા જેવી નથી. જ્યોતિષશાસ્ત્રમાં ગંડ યોગ અશુભ યોગ કહેવાય છે. હવે, 12.38 કલાકે સિંહ લગ્નની કુંડળી તૈયાર થઈ જેનું સંપૂર્ણ વિવરણ નીચે મુજબ છે- 
સૂર્યદેવ દશમા સ્થાનમાં બિરાજમાન છે – આ પરિસ્થિતિ રાજકીય દૃષ્ટિએ શુભ કહેવાય છે. સરકાર સાથે તેમનો ઘરોબો રહેશે. રાજનીતિના સંપર્કો જળવાશે. 
શનિદેવ સાતમા સ્થાનમાં વક્રી થઈ બિરાજમાન છે – રાજકીય ક્ષેત્રે જોડાયેલા મનુષ્યો માટે સાતમું સ્થાન અતિ અગત્યનું કહેવાય છે. જેને સાતમા સ્થાનનો સહકાર મળે તે જ રાજકીય જંગ જીતી શકે. આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ કે રાજકીય સંપર્કો તો અનેક લોકોનો હોય છે પણ કંઈ એ પ્રત્યેક લોકો ચૂંટણી નથી જીતી શકતા. હાર્દિક માટે આ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું કહેવાય. 
વળી, એ જ શનિદેવની ત્રીજી દૃષ્ટિ ભાગ્ય સ્થાન ઉપર છે અને ભાગ્ય સ્થાનનો મંગળ પોતાનાથી બારમા સ્થાને એટલે કે કુંડળીમાં આઠમા સ્થાને બિરાજમાન છે. હાર્દિકને ભાગ્યનો સાથ મેળવવા માટે કપરો સંઘર્ષ કરવો પડશે. સરળતાથી પવનની દિશામાં દોડવાનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થાય તેવું અહીં જણાતું નથી. 
વળી, દશમ સ્થાનનો અધિપતી શુક્રદેવ પોતાનાથી બારમા સ્થાને એટલે કે ભાગ્યસ્થાનમાં રાહુદેવ સાથે બિરાજમાન છે માટે, તેમને કાર્ય કરવાની ચોક્કસ દિશા મળતી જણાતી નથી. અહીં-તહીં એમ ઘણાં હવાતિયાં મારવા પડશે. થોડા આગળ વધશે અને ગૂંચવણ-મૂંઝવણ વધશે તેવું જણાશે. 
પ્રારંભિક તબક્કામાં કોઈ વ્યક્તિ થોડો સહકાર આપે પણ અણીના સમયે પાછો હટી જાય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.  
જુદા જુદા અનેક કાર્યોનો આરંભ તો કરશે પણ અધવચ્ચે કાર્યો બંધ થઈ જાય અથવા કાર્યમાં તરત બદલાવ આવી શકે છે.  
વાણીનો સ્વામી બુધ પણ વક્રી થઈને બિરાજમાન થયાછે જે તેમના માટે સુયોગ્ય પરિસ્થિતિ નથી. અન્ય વિશ્લેષકો તેમના નિવેદનને સકારાત્મક દૃષ્ટિથી નહીં મૂલવે.  
લગ્નેશ સૂર્યદેવ નવમાંશ કુંડળીમાં કેતુ સાથે બિરાજમાન છે. જે પુનઃ સુયોગ્ય નિર્માણ જણાતું નથી. આ પ્રકારની યુતિ હોય ત્યારે મનુષ્ય પોતાના વિચાર અથવા પોતાના સાથી-સંગીને વળી પાછા પડતા મૂકી કોઈક બીજી રાહ અપનાવવાનું વિચારે. 
હા…. ગ્રહો અનુસાર તેમના કોર્ટકેસમાં તેમને તબક્કાવાર ઘણી રાહત મળતી જણાય છે.  
ઉપસંહાર —- હાર્દિક પટેલને પોતાનો ‘અહમ્’ આડો  આવશે. તેમને સમજવું કઠણ થઈ પડશે કે કાર્યમાં રાજનીતિ ઉમેરવી કે રાજનીતિમાં કાર્ય ઉમેરવું. આ સંમિશ્રણ પ્રત્યેક રાજકીય વ્યક્તિએ શીખવું પડે છે અહીં આ તબક્કે હાર્દિક પટેલને હતાશા પ્રાપ્ત થવાના સંકેત મળે છે. હાર્દિક પટેલને તેમની જ જ્ઞાતિના લોકો નડતરરૂપ ન થાય તે બાબતે સાવધાન રહેવાનું રહેશે કારણ કે ગ્રહો આધારિત તે બાબત ચિંતા ઉપજાવનાર છે. 
છેવટે તો, સૌએ સૌના કર્મ અનુસાર ભોગવવાનું હોય છે. કર્મ કરવાની વૃત્તિ પણ ગ્રહોનું બળ જ આપે તે ન ભૂલવું જોઈએ. 
પરમાત્મા સર્વોપરી છે. પરમાત્મા સૌનું શુભ કરે અને સદબુદ્ધિ આપે.
Whatsapp share
facebook twitter