Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓડિશા દુર્ઘટના માટે જવાબદાર મનાતું ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિગ શું છે?

01:36 PM Jun 04, 2023 | Viral Joshi

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. દુર્ઘટનાના રાહત અને બચાવ કાર્ય બાદ રેલ વ્યવાહર પૂર્વવત થાય તે માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન પોતે આ કામગીરીની પળે પળની અપડેટ લઈ રહ્યાં છે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ હાલ ત્યાં જ છે અને બધી કામગીરી પર દેખરેખ રાખી રહ્યાં છે.

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું કે, દુર્ઘટનાનું મૂળ કારણ ઓળખી લેવામાં આવ્યું છે. તેણે દાવો કર્યો હતો કે મશીનની સેટિંગ બદલાઈ ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. આ બાબતની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને રેલવે સુરક્ષા કમિશનર વહેલી તકે અહેવાલ સુપરત કરશે હાલ પરિસ્થિતિને સામાન્ય કરવા માટેની અમારી પ્રાથમિકતા છે.

શું છે ઈલેક્ટ્રોનિક ઈન્ટલલોકિંગ?

ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI) સિસ્ટમ એક માઈક્રોપ્રોસેસસ આધારિત ઈન્ટરલોકિંગ ઉપકરમ છે જે યાર્ડ અને પેન્લ ઈનપુટને રીડ કરવા માટે છે. આ ટ્રેન સંચાલનમાં સુરક્ષા અને સરળતા સુનિશ્ચિત કરે છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ જુના રિલે ઈન્ટરલોકિંગ સિસ્ટમ (PI અને RRI) ને બદલી દીધાં છે. સરળ શબ્દોમાં કહીએ તો એક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગને એક સિસ્ટમ તરીકે પરિભાષિત કરવામાં આવે છે જે રેલગાડીઓની પરસ્પર વિરોધી ગતિવિધીઓને અટકાવવા અને શક્ય માનવીય ત્રૂટીને સમાપ્ત કરવા માટે છે.

આ પણ વાંચો : ODISHA TRAIN ACCIDENT સર્જાવા પાછળનું સાચું કારણ સામે આવ્યું, જાણો શું કહ્યું રેલમંત્રીએ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.