+

Rajkot : પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળે બ્લેડ ફેરવી દીધી, યુવતીનું મોત

રાજકોટના (Rajkot) પોલીસ મથકમાં જ પ્રેમી-પંખીડા દ્વારા આપઘાતના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના બની છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં (University Police Station) જ યુવક યુવતીએ ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો…

રાજકોટના (Rajkot) પોલીસ મથકમાં જ પ્રેમી-પંખીડા દ્વારા આપઘાતના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના બની છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં (University Police Station) જ યુવક યુવતીએ ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવકની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. પરિવારજનો એક નહિં થવા દે તેવા ડરથી બંનેએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ સ્ટેશનમાં જ ગળાના ભાગે બ્લેડ ફેરવી આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ એક પ્રેમી-પંખીડાએ ગળાના ભાગે બ્લેડ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવક-યુવતીને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે, યુવકની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. રાજકોટ ઝોન-2 ડીસીપી સુધીર દેસાઈ (Sudhir Desai) દ્વારા જણાવ્યા મુજબ, કચ્છ (Kutch) જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટી વીરાણી ગામના યુવક-યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે અંગે તપાસ કરતા પોલીસને જાણ થઈ હતી કે યુવક-યુવતી રાજકોટમાં છે.

પોલીસ સ્ટેશનમાં રૂમનો દરવાજો લોક કરી આપઘાત કર્યો

સુધીર દેસાઈએ વધુમાં જણાવ્યું કે, નખત્રાણા પોલીસ (Nakhtrana police) દ્વારા આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા રાજકોટ (Rajkot) પોલીસે બન્નેને ટ્રેસ કરી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા. દરમિયાન, પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરી ગળાના ભાગે બ્લેડ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે. સાથે જ યુવક અને યુવતીના પરિજનોને જાણ કરાતા તેઓ રાજકોટ આવવા રવાના થયા છે. પ્રાથમિક તપાસ મુજબ, યુવક-યુવતીને ડર હતો કે બંનેના પરિવારજનો તેમના પ્રેમનો સ્વીકાર કરશે નહીં તે ડરથી આ પગલું ભર્યું. જો કે, આ મામલે હાલ તપાસ ચાલુ છે.

 

આ પણ વાંચો – HIMATNAGAR : ડબલ મર્ડર કેસનો ભેદ આખરે ઉકેલાયો, ઘરના જ નીકળ્યા ભેદી..

આ પણ વાંચો – Vadali Blast: મફતમાં લીધું પાર્સલ રૂપી મોત! જાણો વડાલીના રહસ્યમય બ્લાસ્ટની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો – VADODARA : પીકઅપ ટેમ્પો કાચ તોડીને રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગયો

Whatsapp share
facebook twitter