Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kolkata રેપ-મર્ડર કેસમાં 26 દિવસ બાદ હોસ્પિટલના આચાર્યને કર્યા સસ્પેન્ડ

09:06 PM Sep 03, 2024 |
  • ડૉ. ઘોષનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો

  • 26 દિવસ બાદ પશ્ચિમ બંગાળ સરકારે નિર્ણય સંભાળાવ્યો

  • સીબીઆઈએ આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે

Kolkata Rape and Murder Case : પશ્ચિમ બંગાળની મમતા સરકારે કડક કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે આખરે RG Kar Medical And hospital ના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. તેમને પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોમવારે સીબીઆઈએ RG Kar Medical And hospital હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓના આરોપમાં સંદીપ ઘોષ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

ડૉ. ઘોષનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો

Calcutta High Court ના આદેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. સંદીપ ઘોષ અને RG Kar Medical And hospital હોસ્પિટલ આ દિવસોમાં વિવાદોના વાદળો વચ્ચે ફસાયા છે. 9 ઓગસ્ટના રોજ એક જુનિયર ડૉક્ટર સાથે રેપ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. આ મામલે સીબીઆઈએ તેમની ઘણી વખત પૂછપરછ પણ કરી છે. સીબીઆઈએ તાજેતરમાં ડૉ. ઘોષનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો.

આ પણ વાંચો: Uttarakhand : 4 વર્ષની માસૂમ બાળકી પર શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સામૂહિક દુષ્કર્મ

26 દિવસ બાદ પશ્ચિમ બંગાળ સરકારે નિર્ણય સંભાળાવ્યો

કોલકાતા રેપ કેસને લઈને સમગ્ર પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભાજપ સહિત તમામ વિપક્ષી દળો સતત સંદીપ ઘોષ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતાં. રેપ કેસના 26 દિવસ બાદ પશ્ચિમ બંગાળ સરકારે પૂર્વ આચાર્ય સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. સીબીઆઈએ તાજેતરમાં જ આ કેસમાં એફઆઈઆર નોંધી હતી.

સીબીઆઈએ આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે

સંદીપ ઘોષ અને અન્યો સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), IPC ની કલમ 420 (છેતરપિંડી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સજાની વાત કરીએ તો 120B માં મહત્તમ 2 વર્ષથી આજીવન કેદ, 420 માં મહત્તમ 7 વર્ષની સજા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સંદીપ ઘોષ ઉપરાંત સીબીઆઈએ આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બિપ્લવ સિંહા, સુમન હજારા, અફસર અલીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: West Bengal : તમામ મેડિકલ કોલેજો માટે નવો નિર્ણય, હાઉસ-સ્ટાફની ભરતી રદ્દ