- મોરની કરીનો વીડિયો વાયરલ: યુટ્યુબર ઝડપાયો
- રાષ્ટ્રીય પક્ષીને મારીને કરી બનાવવાનો આરોપ
- યુટ્યુબ પર વાયરલ વીડિયો: પ્રાણી હિંસાનો મામલો
Peacock Curry : આજનો સમય સોશિયલ મીડિયાનો છે. લોકો તેને પોતાની કારકિર્દી પણ બનાવી રહ્યા છે અને મોટી કમાણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, લોકો વીડિયો પર વ્યુ અને લાઈક્સ મેળવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવે છે. યુટ્યુબ પર ફૂડ રેસિપીના વીડિયો પણ મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. ખાણીપીણીના શોખીનો માટે આવા વીડિયો ખૂબ જ ઉપયોગી છે. આવા વીડિયો પર ઘણા વ્યૂઝ પણ મળે છે. પરંતુ આજે અમે તમને જેના વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તે ફૂડ રેસિરી વીડિયોએ પોસ્ટ કરનાર શખ્સને મુશ્કેલીમાં મુકી દીધા છે.
રાષ્ટ્રીય પક્ષીને મારીને રાંધ્યું
તેલંગાણાના સરસિલ્લા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુટ્યુબરે મોર (Peacock) ની કરી બનાવી છે. આ સાથે તે યુટ્યુબ પર વાયરલ થયો હતો. આરોપીની ઓળખ કોડમ પ્રણયકુમાર તરીકે થઈ છે અને મોરને મારીને તેની કરી બનાવવાની ઘટના વાયરલ થતાં જ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસના આધારે, વન અધિકારીએ જણાવ્યું હતું કે યુટ્યુબરે તેની ચેનલ પર મહત્તમ Views મેળવવા માટે આવું કર્યું હતું. આ વીડિયો જોયા બાદ પશુ અધિકાર કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે કોડમ પ્રણયકુમાર વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.
અહેવાલ છે કે પ્રણયકુમારનું ‘શ્રી ટીવી’ ખૂબ જ વિવાદાસ્પદ છે, જેમાં જંગલી પ્રાણીઓને મારીને તેમને રાંધવાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે જંગલી ભૂંડનું માંસ બનાવતો વીડિયો પણ અપલોડ કર્યો હતો. આ એક કુકિંગ યુટ્યુબ ચેનલ છે જેના પર તે રસોઈ શીખવે છે. તેના લગભગ 3 લાખ ફોલોઅર્સ છે. જો કે હવે તમામ વિવાદાસ્પદ વીડિયો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ પશુ કાર્યકરો હજુ પણ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસની માંગ કરી રહ્યા છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
રાષ્ટ્રીય પક્ષીને નુકસાન પહોંચાડવાનો ગુનો!
આ વીડિયો જેવો વાયરલ થયો કે તુરંત જ હોબાળો મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, મોર (Peacock) ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ભારતીય કાયદા અનુસાર, ભારતમાં મોર રાખવા અથવા પકડવા ગેરકાયદેસર છે અને તેનું ઉલ્લંઘન કરવા પર સખત દંડ થઈ શકે છે. જ્યારે પ્રણય કુમારે પોતાની યુટ્યુબ ચેનલ પર લોકોને મોરની કડી કેવી રીતે રાંધવી તે જણાવ્યું હતું. આવી સ્થિતિમાં આ મામલે કડક કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: ચીનમાં કાળઝાળ ગરમી પડતા કાર બની Pregnant Cars