Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આપણે ધૂણવાનું ન હોય ધૂણાવવાના હોયઃ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યાને આશરે આઠેક માસ જેટલો સમય વીતી ચૂક્યો છે. આ પ્રસંગે વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી અને તેમને રાજ્ય સરકારના મંત્રી ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ધૂણવા મામલે એક રમજૂ ટકોર કરી હતી. જે સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઇ રહી છે. પોતાની હળવી શૈલી માટે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી રુપાણી લાંબા સમય બાદ રાજકોટમાં એક જાહેર કાર્યક્રમમાં જોવાં મળ્યાં હતાં. ગઈકાલે રાજકોટ જિલ્લાના અટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. 
રાજીનામા બાદના લાંબા સમયગાળા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. આઠેક મહિના અગાઉ વિજય રૂપાણીએ ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી પદેથી એકાએક રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાં પાછળના કારણો સમજવા અંગે રાજકારણ ઘણું ગરમાયું હતું. ત્યારબાદ તેઓ મોટાંભાગે મીડિયાથી દૂરી રાખતાં જોવાં મળતાં હતાં. ઘણાં સમય બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં મીડિયા સાથે વાત કરતાં દેખાય હતાં.  આપ્રસંગે  ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે પૂર્વ CM વિજય રૂપાણી  હળવા મૂડમાં જોવા મળ્યા હતા. 
આ પહેલાં રાજકોટના ગુંદા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ધારાસભ્ય અરવિંદ રૈયાણી ધૂણ્યા હતાં. જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયું હતું . એટલું જ નહીં આ કાર્યક્રમમાં  રૈયાણી લોખંડની સાંકળ વડે પોતાના  શરીર પર ઘા ઝીંકતા હતા હાજર  લોકો દ્વારા તેમના પાર રૂપિયાનો વરસાદ પણ કરાયો હતો. આ મામલે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોસ્પિટલના કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મળ્યા હતા તે દરમિયાન વિજય રૂપાણીએ હળવા મૂડમાં કહ્યું હતું કે, આપણે થોડું ધૂણવાનું હોય આપણે ધૂણાવવાના હોય હવે તેમનું આ નિવેદન પણ વાયરલ થઇ રહ્યું છે.  
 જુઓ શું કહ્યું વિજય રુપાણીએ