+

ઉનાળે ભરુચમાં ધૂળ ખાઈ રહ્યા છે પાણીના મશીનો

ભરૂચ શહેર (Bharuch city) અને તે પણ પાલિકા ભ્રષ્ટાચાર (Corruption) ની ભરમારામાં ભેરવાઈ ચુકી છે. નગરજનોને ભર ઉનાળે તરસ છીપાવવા માટે જે પાણી ની પરબો હતો. તેને તોડી ભરૂચના વિવિધ…

ભરૂચ શહેર (Bharuch city) અને તે પણ પાલિકા ભ્રષ્ટાચાર (Corruption) ની ભરમારામાં ભેરવાઈ ચુકી છે. નગરજનોને ભર ઉનાળે તરસ છીપાવવા માટે જે પાણી ની પરબો હતો. તેને તોડી ભરૂચના વિવિધ વિસ્તારોમાં લાખોના ખર્ચે મશીનરી મુકવામાં આવી છે. પરંતુ આ મશીનરી બિન ઉપયોગી બની છે. છેલ્લા એક વર્ષથી તમામ પાણીના મશીનરી બંધ હોવા છતાં નગરપાલિકાએ ઉનાળામાં નગરજનોની તરસ છીપાવવાની ચિંતા ન કરતા આજે નગરજનોએ પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવાની નોબત આવી ગઈ છે.

ભરૂચવાસીઓ સહિત રાહદારીઓ અને વટેમાર્ગુઓ માટે નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા 14 લાખના ખર્ચે મુકવામાં આવેલા પાણીના એટીએમ મશીનો ઉનાળાની શરૂઆત થતાં જ બિસ્માર બની ગયા છે. પાંચ વર્ષની વોરંટી સામે એક વર્ષ પણ આ મશીનો શહેરીજનો માટે આર્શીવાદરૂપ બન્યા ન હોવાથી વિપક્ષે ગંભીર આક્ષેપો કરતા વોટર વર્કસ કમિટીના પણ એક્શનમાં આવી છે અને કાયદાકીય નોટિસ આપવા સાથે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા 4 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચનું આધણ કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોના જાહેરમાર્ગો ઉપર રાહદારીઓ અને વટેમાર્ગુઓ માટે શુદ્ધ પીવાના પાણીના એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા. આ મશીનનો કોન્ટ્રાક્ટ, તેની સાચવણી માટે પાંચ વર્ષની વોરંટી અને મશીને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ મરામત માટેનો કોન્ટ્રાક્ટ અમદાવાદના ટોયમ સેફ વોટર ટેક્નોલોજીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ પાણીના એટીએમ મશીન માંડ એક વર્ષ પણ ચાલ્યા ન હોવાથી ટોયમ સેફ વોટર ટેક્નોલોજીસને વારંવાર ભરૂચ નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી

ભરૂચમાં મૂકવામાં આવેલા સમગ્ર પાણીના એટીએમ મશીનનો પ્રોજેક્ટ નિષ્ફળ જતા ભરૂચ નગરપાલિકાના શહેરીજનોના ટેક્સના રૂપિયાનું આંધણ થયું હોવાના પણ આક્ષેપો વારંવાર થયા હતા. જેના કારણે ભરૂચ નગરપાલિકાની કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસ બાદ હવે કાયદાકીય રીતે નોટિસ આપવામાં આવી છે. પરંતુ હાલ તો ઉનાળાની શરૂઆત થતાં જ ભરૂચવાસીઓને પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવા પડે છે. આ વાત હાલની નથી એક વર્ષ પૂર્વે થી ચાલી રહી છે. છતાં પણ ભરૂચ નગરપાલિકાએ બિન ઉપયોગી બની ગયેલા એટીએમ મશીનો દૂર ન કરી પાણીની પરબો ઉભી ન કરી ભર ઉનાળે નગરજનોને પીવાના પાણી વિના તડપવા મજબુર કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા બે વર્ષથી બિન ઉપયોગી બની ગયા છે. તેમ છતાં સત્તાપક્ષોએ ભરૂચ ના એક પણ વિસ્તારમાં પીવાના પાણી ની પરબ ઉભી ન કરી અને બે રૂપિયા મેં જે પાણીના પાઉચ મળતા બંધ થઈ ગયા છે અને 2 રૂપિયા જેટલું જ પાણી પ રૂપિયામાં પ્લાસ્ટિકની બોટલમાં ખરીદવું પડે છે અને આટલી મોંઘવારીમાં પીવાના પાણી માટે લોકોએ તરસવું પડે છે. ત્યારે નગરપાલિકાના પાપે ભર ઉનાળાએ લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે.

અહેવાલ – દિનેશ મકવાણા

આ પણ વાંચો – Lok Sabha elections : કોઈએ યોજ્યો રોડ શૉ તો કોઈએ ખુલ્લી જીપમાં કર્યો પ્રચાર, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી ?

આ પણ વાંચો – સ્મશાનમાં હશે વરરાજાનો ઉતારો, ભૂત-પ્રેતનું નીકળશે સરઘસ, યુગલ ફરશે ઉંધા ફેરા! જાણો આ અનોખા લગ્ન વિશે

Whatsapp share
facebook twitter