+

રાજ્યમાં મતદાન સાથે જોડાયેલી પ્રક્રિયા શરુ, ગોઠવાઇ ખાસ વ્યવસ્થા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. ચૂંટણીની વ્યવસ્થામાં રોકાયેલા સરકારી કર્મચારીઓ અને વૃદ્ધ તથા દિવ્યાંગ લોકો માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપવાની સુવિધા કરાઇ છે અને તેના ભાગરુપે બે દિવસથી રાજ્યના વિવિધ સ્થળે પોસ્ટલ બેલેટ મતદાન શરુ થઇ ચુક્યું છે. પોસ્ટલ બેલેટથી મતદાન શરુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1લી ડિસà«
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. ચૂંટણીની વ્યવસ્થામાં રોકાયેલા સરકારી કર્મચારીઓ અને વૃદ્ધ તથા દિવ્યાંગ લોકો માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપવાની સુવિધા કરાઇ છે અને તેના ભાગરુપે બે દિવસથી રાજ્યના વિવિધ સ્થળે પોસ્ટલ બેલેટ મતદાન શરુ થઇ ચુક્યું છે. 

પોસ્ટલ બેલેટથી મતદાન શરુ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. 8 ડિસેમ્બરે મતગણરી યોજાશે અને મતદાન માટે તમામ વ્યવસ્થાઓને હાલ આખરી ઓપ અપાઇ રહ્યો છે. વિવિધ જીલ્લાઓમાં ચૂંટણીની વ્યવસ્થા અને કામગિરી સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન શરુ થઇ ચુક્યું છે. 
કોણ કરી શકે પોસ્ટલ બેલેટ
ચૂંટણી પ્રક્રિયામાં સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ તથા પોલીસની ભૂમિકા અગત્યની હોય છે અને તેમના દ્વારા જ સમગ્ર પ્રક્રિયા સુચારુરુપે પાર પાડવામાં આવે છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને ત્યારબાદ મતગણતરી વ્યવસ્થામાં પણ સરકારી કર્મચારીઓ જ કામ કરતા હોય છે જેથી તેઓ મતદાનમાંથી બાકાત ના રહે તે માટે તેમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ઉભી કરાય છે. ચૂંટણી કાર્ય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ, પોલીસ તંત્ર તથા સુરક્ષા દળો અને બુઝુર્ગો તથા દિવ્યાંગો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે છે. 
પોસ્ટલ બેલેટમાં જે કર્મચારીઓએ 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ નિયત કરાયેલા સ્થળો પર મતદાન કરી શકે છે. 
સુરતમાં મતદાન 
સુરતમાં બે દિવસ દરમ્યાન કુલ 3233 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે જેમાં પોલીસ કર્મી, દિવ્યાંગ, વયોવૃદ્ધ મતદારોનો સમાવેશ થાય છે.  ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસકર્મીઓએ  76 ટકા મતદાન કર્યું છે. 80 વર્ષથી વધુની ઉંમરના 516 મતદારો ઘરે જ મતદાન કર્યું હતું જ્યારે  36 જેટલા દિવ્યાંગ મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાયુ હતું. 

રાજકોટમાં પણ મતદાન 
રાજકોટમાં આજે અને આવતીકાલે એમ કુલ બે દિવસ મતદાન યોજાશે. રાજકોટ શહેરની 4 વિધાનસભા બેઠક માટે 4 જગ્યાએ મતદાનની પ્રક્રિયા યોજાઈ છે. અત્યાર સુધી 600 માંથી 70 કર્મચારીઓએ મતદાન કર્યું છે. હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગરમાં પણ પોસ્ટલ બેલેટની કાર્યવાહી ચાલી રહી છે. ગાંધીનગર જીલ્લામાં પણ આજે સવારથી પોસ્ટલ બેલેટની કામગિરી કરાઇ રહી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter