Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

king kohliએ તોડ્યો આ મહાન ક્રિકેટરનો રેકોર્ડ્સ, ઉમરાન મલિકે રચ્યો ઈતિહાસ

09:09 AM Apr 22, 2023 | Vipul Pandya

ટીમ ઈન્ડિયાએ ભારત અને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલીએ જબરદસ્ત બેટિંગ કરતા પોતાની 45મી સદી ફટકારીને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ત્રણ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સાથે તેણે કુલ 9 રેકોર્ડ બનાવ્યા છે. અને યુવા સેન્સેશન ઉમરાન મલિકે પણ 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને પોતાનો એક સપ્તાહ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ બે ખેલાડીઓ સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે પણ કેટલાક શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. આવો જાણીએ આ મેચમાં કયા રેકોર્ડ બન્યા છે.
વિરાટના સૌથી ઝડપી 12,500 રન
શ્રીલંકા વિરુદ્ધ વિરાટે 87 બોલ પર 113 રનની ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેમણે 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. આ ઈનિંગ સાથે વિરાટે વન-ડે ઈન્ટરનેશનલની 257 ઈનિંગમાં 12,584 રન પૂરા કર્યા. આ મુકામે પહોંચનાર સૌથી ઝડપી ક્રિકેટર છે. તેના પછી ભારતના સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનું નામ છે. સચિને 310 અને પોન્ટિંગે 338 ઈનિંગમાં 12,500 વન-ડે રન પૂરા કર્યા.

11મી વખત સતત બે ઈનિંગમાં સદી
વિરાટ કોહલીએ 11મી વખત સતત 2 વન-ડે ઈનિંગમાં સદી ફટકારી. શ્રીલંકાની પહેલાં તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ 10 ડિસેમ્બર 2022ના રોજ છેલ્લી વન-ડેમાં પણ સદી ફટકારી હતી. એ સમયે 113 રનની ઈનિંગ રમી હતી. આ મેચ પછી ભારતે 2 ટેસ્ટ અને 3 T20 ઈન્ટરનેશનલ રમી, પરંતુ વન-ડે શ્રીલંકા વિરુદ્ધ માત્ર રમી છે.
100થી વધુના સ્ટ્રાઈક રેટથી સદી
વિરાટે શ્રીલંકા વિરુદ્ધ 129.88ના સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી. 100થી વધુ સ્ટ્રાઈક રેટથી વન-ડે સેન્ચુરી બનાવવાના રેકોર્ડમાં પણ ટોપ પર છે. તેમના પછી સાઉથ આફ્રિકાના ડી વિલિયર્સે 25 વખત 100થી વધુના સ્ટ્રાઈક રેટથી વન-ડે સેન્ચુરી મારી છે. બીજી તરફ, સચિન તેંડુલકરે 24 વખત આ પ્રકારી સદી ફટકારી છે. વિરાટના નામે સૌથી ઝડપી 52 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2013માં આ રેકોર્ડ બનાવ્યો હતો.


 ટીમની જીતમાં સૌથી વધુ સ્કોર
વિરાટે શ્રીલંકા સામેની જીતમાં 113 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ વન-ડેમાં ભારત માટે કોહલી કરતાં મોટી ઈનિંગ કોઈ રમી શક્યું નથી. વિરાટ અત્યારસુધી રમાયેલી 257 ઇનિંગ્સમાં 69 વખત ટીમના ટોપ સ્કોરર બન્યો છે. તેણે શરૂઆતની 257 વન-ડે ઇનિંગ્સમાં સૌથી વધુ વખત ટોપ સ્કોરર બનવાના સંદર્ભમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. તેંડુલકરે આવું 68 વખત કર્યું હતું. તેના પછી વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાએ 65 વખત આવું કર્યું.

ઘરઆંગણે 4 વર્ષ પછી સદી
વિરાટ કોહલીએ ભારતમાં 4 વર્ષ પછી વન-ડે સદી ફટકારી હતી. તેણે છેલ્લે 8 માર્ચ 2019ના રોજ રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે 123 રનની ઇનિંગ રમી હતી. આ પછી હવે તે સદી ફટકારવામાં સફળ રહ્યો છે. ભારતમાં આ તેની 20મી સદી છે. તેણે ઘરઆંગણે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિનના નામે પણ ભારતમાં 20 સદી છે.
કોઈ એક દેશ વિરુદ્ધ સૌથી વધુ સદી
વિરાટની શ્રીલંકા વિરુદ્ધ 47 ઈનિંગમાં 9 વન-ડે સદી પૂરી કરી છે. તેણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પણ 41 ઈનિંગમાં 9 સદી ફટકારી છે. કોઈ એક દેશ વિરુદ્ધ સૌથી વધુ સદી મારનારા ભારતીયોમાં તેણે સચિનની બરાબરી કરી છે. સચિનની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 સદી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8-8 સદી છે. શ્રીલંકા વિરુદ્ધ અન્ય 2 વન-ડેમાં એક સદી ફટકારી વિરાટ આ લિસ્ટમાં પણ ટોપ પર પહોંચી જશે.

7. શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ સદી
શ્રીલંકા વિરુદ્ધ વિરાટ કોહલીએ 9મી વન-ડે સદી ફટકારી છે. શ્રીલંકા સામે સૌથી વધુ સદી ફટકારી તેણે ભારતના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિને શ્રીલંકા સામે 8 સદી ફટકારી હતી. તેના પછી પાકિસ્તાનના સઇદ અનવરે શ્રીલંકા સામે 7 સદી ફટકારી છે. ભારતના રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે શ્રીલંકા સામે 6-6 સદી ફટકારી છે.
 વિરાટની 73મી ઈન્ટરનેશનલ સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 73મી સદી પણ હતી. વન-ડેમાં 45 સદી ઉપરાંત તેણે ટેસ્ટમાં 27 સદી અને T20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી પણ ફટકારી છે. સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના કરતાં વધુ સદી છે. સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી છે, જેમાં વન-ડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદી છે. વિરાટ બાદ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 71 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટ સચિનની 49 વન-ડે સદીથી 4 સદી દૂર છે. 100 સદીના રેકોર્ડને તોડવા માટે તેમણે વધુ 28 સદી ફટકારવી પડશે.
ઓપનર રોહિત શર્માએ સેહવાગને પાછળ છોડ્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ 67 બોલમાં 83 રનની ઈનિંગ રમી. આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. આ સાથે જ ઓપનિંગ કરતા રોહિત શર્માએ 149 ઈનિંગમાં 7519 રન પૂરા કર્યા છે. તેણે ભારતના વિરેન્દ્ર સેહવાગનો પણ રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે ઓપનર તરીકે 212 ઈનિંગમાં 7518 રન બનાવ્યા હતા.
રોહિત શર્માના 9500 રન પૂરા
શ્રીલંકા વિરુદ્ધ ઈનિંગ સાથે જ રોહિતના વન-ડે ઈન્ટરનેશનલની 236 મેચમાં 9537 રન પૂરા થયા છે. 10 હજાર વન-ડે રનથી રોહિત માત્ર 463 રન દૂર છે. ભારત માટે સૌથી વધુ વન-ડે રન બનાવવાના મામલે તે 6મા નંબર પર છે. મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને સચિન તેંડુલકરે તેના કરતાં વધુ રન બનાવ્યા છે.
ઓપનર રોહિતની 27મી સેન્ચુરિયન પાર્ટનરશિપ
રોહિતે શુબમન ગિલ સાથે મળીને 143 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. પહેલી વિકેટ માટે રોહિતની 27મી સેન્ચુરિયન પાર્ટનરશિપ હતી. ગિલથી પહેલાં 18 વખત શિખર ધવન, 5 વખત કેએલ રાહુલ અને 3 વખત અજિંક્ય રહાણે સાથે 100થી વધુ રનની પાર્ટનરશિપ કરી ચૂક્યો છે

શુબમન ગિલે પણ આ રેકોર્ડ બનાવ્યો હતો
ગિલ શ્રીલંકા સામે 60 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. 2022 પછી ઓપનર તરીકે વન-ડેમાં તેની એવરેજ સૌથી વધુ છે. તેણે 11 મેચમાં 68.12ની એવરેજથી 545 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 98.91 હતો.
સિરાજ ભારતનો ટોપ વિકેટ-ટેકર
2019 વન-ડે વર્લ્ડ કપ પછી પહેલા પાવરપ્લેમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ મોહમ્મદ સિરાજે લીધી છે. સિરાજે પહેલી ઓવરથી લઈ 10મી ઓવર સુધી 18 વિકેટ લીધી છે. તેના પછી દીપક ચહરે 8, જસપ્રીત બુમરાહે 5 અને ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી છે. ઓવરઓલ 17 વન-ડે ઈન્ટરનેશનલમાં સિરાજે 26 વિકેટ લીધી છે. શ્રીલંકા વિરુદ્ધ પહેલી વન-ડેમાં 7 ઓવરમાં 30 રન પર 2 વિકેટ લઈ સ્પેલ પતાવ્યો હતો.
ઉમરાને 156KMPHની ઝડપે બોલિંગ કરી
ભારતના ઉમરાન મલિકે શ્રીલંકા સામેની વન-ડેમાં 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. આ બોલ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય દ્વારા ફેંકવામાં આવેલા સૌથી ઝડપી બોલનો રેકોર્ડ બનાવ્યો. આ કેસમાં તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલાં શ્રીલંકા સામે T20માં તેણે 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. IPLમાં 157 કિમીની ઝડપે બોલ ફેંકવાનો રેકોર્ડ પણ ઉમરાનના નામે છે.