+

PBKS VS RCB : RCB નો સતત ચોથો વિજય, પંજાબને તેના જ ઘરમાં આપી હાર

PBKS VS RCB : આજરોજ IPL નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં બેંગ્લોરની ટીમે તેનો વિજય રથ ચાલુ રાખ્યું છે, અને તેમણે પંજાબની…

PBKS VS RCB : આજરોજ IPL નો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં બેંગ્લોરની ટીમે તેનો વિજય રથ ચાલુ રાખ્યું છે, અને તેમણે પંજાબની સામે વિજય મેળવ્યો છે. આરસીબીનો આ સતત ચોથો વિજય છે. આરસીબી આ મેચ જીતતાની સાથે જ 10 પોઇન્ટ ઉપર પહોંચી ગયું છે. આજની મેચ જે પંજાબના આંગણે ધર્મશાળાના મેદાનમાં રમાઈ હતી. આ મેચમાં પંજાબના કપ્તાન સેમ કરને ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 241 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબની ટીમ 181 સુધી જ પહોંચી શકી હતી અને RCB નો 60 રને વિજય થયો હતો.

RCB નો બેટિંગમાં શાનદાર દેખાવ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ધર્મશાળાના મેદાન ઉપર પ્રથમ બેટિંગ કરતા શાનદાર બેટિંગનું પ્રદર્શન દેખાડ્યું હતું. આરસીબીની ટીમને સારી શરૂઆત ન મળી હતી. ફાફ ડુ પ્લેસીસ ફક્ત નવ રન બનાવીને વહેલા પવેલિયન તરફ પાછા ફર્યા હતા. નંબર ત્રણ ઉપર બેટિંગ કરવા આવેલા બેંગ્લોરના ઇન્ફોર્મ બેટ્સમેન વિલ જેક્સ પણ આજે કંઈ ખાસ કમાલ દેખાડી શક્યા ન હતા. પરંતુ બેંગ્લોરનું મિડલ ઓર્ડર આજે ફોર્મમાં દેખાયું હતું, અને તેમણે ટીમના સ્કોરમાં સારા રનનો ઉમેરો કર્યો હતો. રજત પાટીદારે આજે વધુ એક વખત ઝડપી અડધી સદી ફટ કરીને ટીમને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે 23 બોલમાં 239 ની સ્ટ્રાઈક્ર રેટથી છ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 55 રન ફટકાર્યા હતા. તે સાથે જ ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીને પણ આજે પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે બેટિંગ કરતા 27 બોલમાં 46 રન ફટકાર્યા હતા. વધુમાં આજે ટીમના સ્તંભ સમાન વિરાટ કોહલીએ સૌથી વધુ યોગદાન ટીમને આપ્યું હતું.

વિરાટ કોહલી RCB માટે સાબિત થયા MVP

વિરાટ કોહલીએ આજે 195 ની સ્ટ્રાઈક રેટ જાળવીને શાનદાર બેટિંગનું પ્રદર્શન દેખાડ્યું હતું. વિરાટ કોહલીએ આજે 47 બોલમાં છ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ પંજાબ સામે તેના 1000 રન પુરા કર્યા હતા. વિરાટ કોહલીએ દિલ્હી અને ચેન્નઈ બાદ પંજાબ સામે પોતાના 1000 રનનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

PBKS એ RCB ના બોલિંગ સામે ઘૂંટણ ટેકયા

પંજાબની ટીમ આ વિશાળ લક્ષણો પીછો કરવા માટે જ્યારે ઉતરી ત્યારે તેમના બંને ઓપનર બેટ્સમેન એટલે કે પ્રભસિમરન સિંગ અને જોની બેરસ્ટો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. સ્વપ્નિલ સિંગે પ્રભસિમરનની વિકેટ ઝડપી હતી. નંબર ત્રણ ઉપર બેટિંગ કરવા આવેલા રૂસોએ પોતાનું સારું પોતાનું સારું ફોર્મ જાળવી રાખ્યું હતું અને તેણે શાનદાર બેટિંગ કરતા 27 બોલમાં 61 રન બનાવ્યા હતા. શશાંક સિંહે 19 બોલમાં શાનદાર બેટિંગ કરીને 37 રન બનાવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ તે વિરાટ કોહલીના હાથ રન આઉટ થયો હતો. તેના બાદ પંજાબનો કોઈ પણ બેટ્સમેન પીચ ઉપર ટકી શક્યો ન હતો. પંજાબની ટીમ પૂરી 20 ઓવર પણ બેટિંગ કરી શકી ન હતી અને તેમની ટીમ 17 ઓવરમાં જ ઓલ આઉટ થઈ હતી. બેંગ્લોર માટે મોહમ્મદ સિરાજ દ્વારા શાનદાર બોલિંગ કરવામાં આવી હતી અને તેને ત્રણ વિકેટ ઝડપી હતી. ઉપરાંત સ્વપ્નિલ સિંહ, લોકી અને કર્ણ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી.

RCB પોઇન્ટ્સ ટેબલમાં 7 માં ક્રમે

પંજાબ સામે આ મોટી જીત મેળવ્યા બાદ પણ RCB હજી સાતમા ક્રમે છે. RCB અત્યાર સુધીમાં 12 મેચમાં 7 મેચમાં હાર અને 5 મેચમાં જીત મેળવી છે. આ સતહે જ તેઓ 10 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલ ઉપર સાતમાં ક્રમે છે. હજી પણ RCB ની ટીમ માટે PLAY OFF સુધી પહોંચવા માટે કપરા ચઢાણ છે.

આ પણ વાંચો : IPL 2024 Playoffs Scenario : પ્લેઓફની રેસમાં MI બહાર, GT કિસ્મતના ભરોસે

Whatsapp share
facebook twitter