- CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિરમગામને વિવિધ વિકાસભેટ
- રૂ. 640 કરોડનાં વિકાસકામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
- વિરમગામનાં વર્ષો જૂના પ્રશ્નોનું આવશે નિરાકરણ
- સચાણા-સોકલી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે વિરમગામ પહોંચ્યા હતા. અહીં, મુખ્યમંત્રીએ કરોડોનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિરમગામને રૂ. 640 કરોડનાં વિકાસકામોની ભેટ અપાઈ હતી. આ સાથે વિરમગામનાં (Viramgam) વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવશે અને વિરમગામનાં લોકોને મોટી રાહત અને વધુ સારી સુવિધા મળશે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસભેટ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે વિરમગામ (Viramgam) પહોંચ્યા હતા. અહીં, મુખ્યમંત્રીનાં હસ્તે રૂ. 640 કરોડનાં વિકાસકામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું હતું. મુખ્યમંત્રીએ સચાણા-સોકલી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ પાણી પુરવઠા વિભાગનાં અનેક કામોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે હવે વિરમગામનાં વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવશે અને વિરમગામનાં લોકોને વધુ સારી સુવિધા મળશે.
આ પણ વાંચો – Rain in Gujarat : રાજકોટ, અમરેલી, નવસારી સહિત આ જિલ્લાઓનો મેઘરાજાએ વારો લીધો! વાંચો સમગ્ર અહેવાલ
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિરમગામને વિવિધ વિકાસભેટ
રૂ. 640 કરોડના વિકાસકામનું લોકાર્પણ-ખાતમહૂર્ત
વિરમગામના વર્ષો જૂના પ્રશ્નોનું આવશે નિરાકરણ
સચાણા-સોકલી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત@CMOGuj @HardikPatel_ #Gujarat #Viramgam #CM #BhupendraPatel #HardikPatel #Developement… pic.twitter.com/6srkuke95V— Gujarat First (@GujaratFirst) October 20, 2024
જેનું ખાતમુહૂર્ત અમે કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ: CM
દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે, વિકાસના કામમાં ગુણવત્તામાં કચાસ ન રહે તેવો પ્રયત્ન કરવો. ગુણવત્તા જેટલી સારી હશે તેટલી બીજા કામો કરવાની સરળતા રહેશે. માનનીય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામમાં એક રૂપિયો ખૂટે તેમ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ક્યાંકને ક્યાંક રોજ વિકાસના એક કામનું ખાતમુહૂર્ત થતું હશે, જેનું ખાતમુહૂર્ત અમે કરીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિ બદલી નાખી છે. લોકોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનું કામ ગુજરાત સરકાર કરે છે.
આ પણ વાંચો – Surat : અકસ્માતમાં વેપારીના મોત મામલે પોલીસનું ચોંકાવનારું નિવેદન! કહ્યું – આરોપી વિરૂદ્ધ અગાઉ..!
રૂ. 640 કરોડનાં વિકાસકામનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
માહિતી મુજબ, કરોડોનાં વિકાસકામોમાં 2 ફાટક પર ઓવરબ્રિજનું ભૂમિપૂજન, કુલ 5 ફાટક પર ઓવરબ્રિજને મંજૂરી, CM ના હસ્તે ફોરલેન રોડનું ખાતમુહૂર્ત, રૂ. 73 કરોડનાં ખર્ચે તૈયાર થનાર ફોરલેન (Forlane Road) રોડ, રૂ. 32 કરોડનાં ખર્ચે ગટરલાઈનનું કામ, અંડરગ્રાઉન્ડ 11 KV વાયર નાખવાનું કામ અને રૂ. 24 કરોડનાં ખર્ચે વાયરનું કામ સામેલ છે.
આ પણ વાંચો – Porbandar : કુખ્યાત Bhima Dula ને ફરી એકવાર મળ્યા જામીન