- મોડલને Ceftriaxone નામની દવાથી આવ્યું રિએક્શન
- મોડલને દવાએ અલગ વિવિધ બીમારીએ ઝકડી લીધી
- સુંદર મોડલનું જીવન હવે કદરૂપતાથી ભરેલુ થઈ ગયું
swimsuit model Sasinan Chuenlosang : ઘરતી ઉપર કહેવામાં આવે છે કે, ભગવાન પછી કોઈ તમારો જીવ બચાવી શકે છે, તો તે માત્ર તબીબ છે. માનવ જીવન સાથે સંકળાયેલી તમામ બીમારીના નિદાન તબીબી ક્ષેત્રે શોધી નીકાળવામાં આવ્યા છે. તો આજના જમાનામાં કેન્સર જેવી જીવલેણ બીમારીના પણ નિદાન શોધી કાઢવામાં આવ્યા છે. પરંતુ કોઈવાર તબીબની નજીવી ભૂલને કારણે દરદી મોતના મુખમાં જતું રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક ફેશન મોડેલન જીવન અને મોતની વચ્ચે પરિશ્રમ કરી રહી છે.
મોડલને દવાએ અલગ વિવિધ બીમારીએ ઝકડી લીધી
આ ઘટના Thailand માંથી સામે આવી છે. Thailand માં રહેતી 31 વર્ષની Sasinan Chuenlosang એ swimsuit model તરીકે કામ કરતી હતી. swimsuit model સાથે એક શારીરિક દુર્ઘટના ઘટી છે. તો જૂન 2024 માં swimsuit model ને ગળા અને આંખોના ભાગમાં સોજો આવવા લાગ્યો હતો. swimsuit model એ સારવાર લેવા માટે બેંકૉકની હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે તબીબોએ swimsuit model ને ટોન્સિલ્સની શરીરમાં અસર હોવાનું કહીને, Ceftriaxone નામની દવા આપી હતી. પરંતુ આ દવાને કારણે તેને અલગ વિવિધ બીમારીએ ઝકડી લીધી હતી.
આ પણ વાંચો: જાણો… આ દંપતીને કેમ કોઈપણ વિદેશી ભાડુઆત તરીકે રાખવા તૈયાર નથી!
Sasinan Chuenlosang: Thai model hospitalised with severe skin condition after allergic reaction to antibiotics https://t.co/YiWWkIhhnX pic.twitter.com/1q4ccrVSWP
— Daryl Liberto (@DanielleBeezz) September 18, 2024
મોડલને Ceftriaxone નામની દવાથી આવ્યું રિએક્શન
Sasinan Chuenlosang ને ફરી એકવાર તબીબોએ Ceftriaxone આપી હતી. કારણ કે… તેના શરીર પર ચામઠા થવા લગ્યા હતાં. જેને જોઈને તબીબોને લાગ્યું કે, આ ચિકન પોક્સ હોઈ શકે છે. પરંતુ Ceftriaxone દવાથી વધુ પીવાથી Sasinan Chuenlosang ને જમણી આંખે દેખાવનું બંધ થઈ ગયું હતું. ત્યારે Sasinan Chuenlosang ને ICU માં તુરંત ભરતી કરવામાં આવી હતી. તે બાદ Sasinan Chuenlosang ને Ceftriaxone એ શોટ આપવામાં આવ્યો હતો. ત્યારે Ceftriaxone ને કારણે બીજી આંખ પણ સુન્ન થઈ ગઈ હતી. જે બાદ તેને બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
સુંદર મોડલનું જીવન હવે કદરૂપતાથી ભરેલુ થઈ ગયું
ત્યારે તબીબોએ Sasinan Chuenlosang ને તેણી Stevens-Johnson syndrome થી પીડિત હોવાનું જણાવ્યું હતું. જોકે Stevens-Johnson syndrome એ પ્રકારની દવાઓનું રિએક્શન હોવાનું જણાવે છે. જેમાં શરૂઆતમાં તાવ અને ઉઘરસ જેવી સામાન્ય આડ અસર જોવા મળે છે. જે બાદ ધીમે-ધીમે શરીરની ચામડીની પરત નીકળવા લાગે છે. ત્યારે Stevens-Johnson syndrome ની બીમારીને કારણે સુંદર મોડલનું જીવન હવે કદરૂપતાથી ભરેલુ થઈ ગયું છે.
આ પણ વાંચો: ભારતમાં આ ઘર્મની સૌથી વધુ યુવતીઓ અને મહિલાઓ પ્રૉસ્ટિટ્યૂટ બને છે?