+

આ દેશમાં દરરોજ ઉત્પન્ન થતા કરચાનું દરરોજ નિકાલ થાય છે, જુઓ Video

Singapore માં કચરો ના બરાબર જોવા મળે છે અમુક કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે સ્વચ્છતાની પાયદાનમાં પણ ટોપ 10 માં આવે છે Singapore Waste Management System : Singapore નો…
  • Singapore માં કચરો ના બરાબર જોવા મળે છે
  • અમુક કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે
  • સ્વચ્છતાની પાયદાનમાં પણ ટોપ 10 માં આવે છે

Singapore Waste Management System : Singapore નો કચરાનો નિકાલ કરતો એક અદભૂત વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જોકે દુનિયામાં દરરોજ લાખો ટન કચરાનું ઉત્પાદન થાય છે અને તેની સાથે લાખો ટન કચરાનો નિકાલ પણ કરવામાં આવે છે. ત્યારે દરેક દેશમાં વિવિધ પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ Singapore ની અંદર રાતોરાત દેશના મોટાભાગના કચરાનું નિકાલ કરવામાં આવે છે.

Singapore માં કચરો ના બરાબર જોવા મળે છે

Singapore માં દરરોજ ઉત્પન્ન થતા કચરાનું રોજ નિકાલ કરવામાં આવે છે. તે ઉપરાંત Singapore માં જે Waste Management System છે, તેને દુનિયાની સૌથી કારગર પ્રદ્ધતિઓ પૈકી એક છે. Singapore માં પ્લાસ્ટિકના કચરાનો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના કચરામાંથી સામાન્ય જીવનમાં વપરાતી વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે. તેના કારણે Singapore માં કચરો ના બરાબર જોવા મળે છે.

આ પણ વાંચો: જ્યાં ન પહોંચી શક્યો માનવી, ત્યાં પહોંચ્યો કૂતરો, જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by B E A S T G O A T (@beastgoatz)

અમુક કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે

Singapore માં જે રીતે કચરાનો નિકાલ થાય છે, તેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર @beastgoatz દ્વારા શેર કરવામાં આવ્યો છે. તો Singapore માં દરરોજ આશરે 2000 ટ્રક ભરીને કચરો ભેગો કરવામાં આવે છે. ત્યારે આ તમામ ટ્રકને એક પ્લાંટમાં મોકલવામાં આવે છે. ત્યારે આ પ્લાન્ટમાં અમુક કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે. Singapore ની કચરો નિકાલ કરતી વેબસાઈટ અનુસાર ત્યાં Reduce and reuse, recycle, waste treatment, landfill and ash management ની પદ્ધતિથી કચરાનું નિકાલ થાય છે.

સ્વચ્છતાની પાયદાનમાં પણ ટોપ 10 માં આવે છે

Singapore નો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને આશરે 1 કરોડ લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં અનેક લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ત્યારે દરેક લોકોએ આ રિતે કચરાનો નિકાલ કરવાનું અનુકરણ કરવું જોઈએ. તે ઉપરાંત Singapore એ સ્વચ્છતાની પાયદાનમાં પણ ટોપ 10 માં આવે છે.

આ પણ વાંચો: આ છે વિશ્વની સૌથી ઓછા સમયની હવાઈ મુસાફરી, સેકેન્ડોમાં પૂરી છે યાત્રા

Whatsapp share
facebook twitter