- Dentist અને Nurse વચ્ચે પ્રેમલીલા શરું થઈ
- David Pagliero ને સનકી પ્રેમી તરીકે પ્રેમ કરતી હતી
- Sophie Colwill એ દિવસ દરમિયાન 1000 કોલ કરતી હતી
30-year-old Nurse Sophie Colwill : UK ની એક હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. UK ના એક્સટર શહેરમાં એક Dentist ને Nurse એ એટલો હેરાન કર્યો છે કે, માનસિક રીતે તણાવમાં આવી ગયો હતો. પ્રેમમાં પાગલ 30 વર્ષની Nurse એ 54 વર્ષના પુરુષ Dentist ના પ્રેમની ઘેલચ્છામાં તમામ હદ વટાવી નાખી હતી. ત્યારે આ મહિલા નર્સ વિરુદ્ધ ડૉક્ટરએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તેને 5 મહિના માટે જેલની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત મહિલાનું નર્સ તરીકેનું લાયસેન્સ પણ 5 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે.
Dentist અને Nurse વચ્ચે પ્રેમલીલા શરું થઈ
તો આ મહિલા નર્સનું નામ Sophie Colwill છે. Sophie Colwill એ Smile Dental Centre in Exeter માં કામ કરતી હતી. તો Smile Dental Centre in Exeter માં Dentist તરીકે David Pagliero કામ કરતો હતો. તે ઉપરાંત જ્યારે David Pagliero ની પત્નીનું અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ David Pagliero એ હોસ્પિટલમાં કામ કરતી 30 વર્ષની નર્સ Sophie Colwill ને પ્રેમલીલા શરું કરી દીધી હતી. ત્યારબાદ બંને અનેકવાર શારીરિક સંબંધો પણ બંધાયા હતાં. પરંતુ આ રસીલા સંબંધમાં ખટાશ આવવાની શરું થઈ ગઈ હતી. કારણ કે… Sophie Colwill એ David Pagliero પર શંકા કરવા લાગી હતી.
આ પણ વાંચો: ચુંબન કરવા પર કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા
David Pagliero ને સનકી પ્રેમી તરીકે પ્રેમ કરતી હતી
David Pagliero નો દરેક સ્થળ Sophie Colwill પીછો કરતી હતી. Sophie Colwill ની આ ઘટના અંગે David Pagliero જાણ થઈ ગઈ હતી. જે બાદ બંનેના પ્રેમ સંબંધનો અંત આવી ગયો હતો. પરંતુ આ અંત માત્ર David Pagliero તરફથી આવ્યો હતો. કારણ કે… Sophie Colwill હજુ પણ David Pagliero ને સનકી પ્રેમી તરીકે પ્રેમ કરતી હતી. ત્યારે David Pagliero નો Sophie Colwill ની પાછળ ફરવાનું ચાલું રાખ્યું હતું. Sophie Colwill એ David Pagliero ની કારમાં એક ટ્રેકર લગાવ્યું હતું, જેના કારણે David Pagliero ના દરેક ક્ષણની માહિતી તેણીને મળતી હતી. જોકે આ ટ્રેકરને કારમાંથી કાઢીને તેણીને આપ્યું હતું, અને ડૉક્ટરે અંતિમ ચેતાવણી તેણીને આપી હતી.
Sophie Colwill એ દિવસ દરમિયાન 1000 કોલ કરતી હતી
પરંતુ Sophie Colwill એ David Pagliero ના પ્રેમમાં સનકી બની ગઈ હતી. David Pagliero ને Sophie Colwill વારંવાર કોલ કરીને અથવા મેસેજ કરીને હેરાન કરતી હતી. Sophie Colwill એ દિવસ દરમિયાન 1000 કોલ કરતી હતી. ત્યારે કંટાળીને David Pagliero આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે Sophie Colwill ની ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટમાં Sophie Colwill એ દોષી સાબિત થઈ હતી. જેના કારણે Sophie Colwill ને 5 મહિના માટે જેલની સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો: જાણો…. ઈસ્લામના કયા સંબંધોમાં યુવક-યુવતી લગ્ન કરી શકે છે?