હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો પોતાની અલગ અલગ સ્ટાઈલ બતાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માંગતા હોય છે. મિત્રો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે ટૂંક જ સમયમાં ખૂબ જ નાના માણસને રાતોરાત સેલિબ્રિટી બનાવી દે છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં બુલેટ ચલાવી રહેલી એક મહિલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહિલાનો બુલેટ ચલાવવાનો સ્વેગ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે મહિલાઓ પરંપરાગત ગુર્જર ડ્રેસમાં જોવા મળી રહી છે.
એક મહિલા ખૂબ જ અલગ સ્વેગમાં રસ્તા ઉપર બુલેટ ચલાવતી જોવા મળી રહે છે. બુલેટ ચલાવી રહેલા ભાભી ખૂબ જ ઝડપમાં અને અનોખી સ્ટાઇલમાં બુલેટ ચલાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની એક બહેનપણીને પણ બુલેટની પાછળ બેસાડી હતી. મહિલાઓની સાથે જઈ રહેલા એક વ્યક્તિએ આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભાભી બુલેટ એવી અનોખી સ્ટાઇલમાં ચલાવી રહ્યા છે કે ભલભલા પુરુષો પણ ભાભીના બુલેટ ચલાવવાની સ્ટાઇલની સામે નબળા પડી જશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભી ખૂબ જ સ્પીડમાં બુલેટ ચલાવી રહ્યા છે અને તેમના ચહેરા પર એક અનોખી સ્માઈલ જોવા મળી રહે છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર sona_omi નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. 60,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે.
જ્યારે લાખો લોકોએ અત્યાર સુધીમાં આ વિડીયો જોયો છે લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો- પાણી પી રહેલા દિપડા પર મગરે કર્યો હુમલો, જુઓ VIRAL VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ