ઇન્ટરનેટની આ દુનિયામાં કયો વિડીયો કયારે વાયરલ થાય છે તેની કોઈને ખબર હોતી નથી . આજે સોશિયલ મિડિયા પર ઘણા એવા વિડીયો છે જે લાખોમાં વાયરલ થતા હોય છે. લોકોને મોટાભાગે રમુજી અને એડવેન્ચરના વિડીયો વધુ પસંદ આવતા હોય છે . અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો મોટાભાગે લગ્ન સબંધિત વિડીયો વધુ જોતા હોય છે. ત્યારે એવો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં લગ્ન પછી એક કપલ આ કાળઝાળ ગરમીમાં વાહન પકડવા માટે કેવી દોટ મૂકે છે તે જોવા મળી રહ્યું છે .આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યાં છે. તમે પણ જોઈને હસવાનું રોકી શકશો નહિ .
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં આ કપલ આવી ગરમીમાં કેમ ભાગી રહ્યું છે તે સમજાતું નથી. આ વિડીયો જોતા આપણને એવું જ લાગે કે તેઓ વાહન પકડવા દોડતા હશે . સામાન્ય રીતે લોકો પોતાના લગ્નને યાદગાર બનવવા માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે .પણ આ વિડીયો જોઈને તમને પણ થશે કે આ લોકો ગાડી પકડવા માટે દોડી રહ્યા છે કે પછી કોઈ આવી વિધિ પૂરી કરી રહ્યાં હોય .
વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે દુલ્હા અને દુલ્હન કોઈ વાહન પાછળ ભાગી રહ્યા છે. જે તેમને કદાચ છોડીને જતું રહ્યું. લોકોને આ વીડિયો ખુબ જ પસંદ પડી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર rkkhan6549 એકાઉન્ટ દ્વારા શેર કરાયેલાઆ વીડિયોને અત્યાર સુધીમાં 12.4 મિલિયન વ્યૂઝ અને હજારો લાઈક તથા કમેન્ટ્સ મળેલા છે.