આજે લોકો ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. જો તમને ઘરે બેઠા જ તમારી મનગમતી વસ્તુ મળી જાય તો બહાર જઇને સમય બગાડવાની શું જરૂર? આ વિચારીને લોકો ઘરે જ બેઠા વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરે છે. પરંતુ ક્યારેક લોકો કંઈક ઓર્ડર કરે છે અને બોક્સમાંથી કઇંક અલગ જ વસ્તુઓ નીકળી રહી છે. આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું છે. જેણે મોબાઈલ ફોન ઓનલાઈન મંગાવ્યો હતો પરંતુ તેમાંથી શું બહાર આવ્યું તે જોઈને તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે વ્યક્તિએ બોક્સ ખોલ્યું તો તેમાથી મોબાઈલ ફોનને બદલે બોમ્બ નીકળ્યો હતો.
મોબાઈલ ફોનને બદલે પાર્સલમાં બોમ્બ મળ્યો
મામલો મેક્સિકોનો છે જ્યાં એક વ્યક્તિએ ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો પરંતુ જ્યારે પાર્સલ આવ્યું તો તે ચોંકી ગયો. જ્યારે વ્યક્તિએ પાર્સલ ખોલ્યું તો મોબાઈલ ફોનને બદલે તેની અંદર બોમ્બ મળ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ વ્યક્તિ લિયોન, ગુઆનાજુઆટોમાં રહે છે. વ્યક્તિએ જણાવ્યું કે, ગયા સોમવારે તેનું પાર્સલ આવ્યું જેમાં તેણે મોબાઈલ ઓર્ડર કર્યો હતો. જ્યારે તેનું પાર્સલ આવ્યું, તે તેની માતા દ્વારા લેવામાં આવ્યું અને તેણે તેને ખોલ્યા વિના ટેબલ પર મૂકી દીધું. જ્યારે તે વ્યક્તિ આવ્યો ત્યારે તેણે પાર્સલ ખોલ્યું. જેમાં વ્યક્તિને મોબાઈલને બદલે બોમ્બ મળ્યો હતો. આ પછી વ્યક્તિએ પાર્સલ અને બોમ્બનો ફોટો લીધો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. પછી તેણે કંપનીના લોકો સાથે ફોન પર વાત કરી. જે બાદ બોમ્બ સ્ક્વોડને શખ્સના ઘરે મોકલવામાં આવી હતી.
મામલાની તપાસ ચાલી રહી છે
અહીં સંરક્ષણ મંત્રાલયે વ્યક્તિના ઘરની બહાર ઘેરાબંધી કરી હતી. સેના ઘરે પહોંચી અને ઉપકરણને નિષ્ક્રિય કરી દીધું. જે બાદ પેકેજની તપાસ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે પાર્સલમાં મોબાઈલ ફોનને બદલે ગ્રેનેડ કેવી રીતે આવ્યો. જણાવી દઈએ કે મેક્સિકોમાં બોમ્બ પર પ્રતિબંધ છે પરંતુ આ દેશમાં ડ્રગ્સનો વેપાર ખૂબ મોટા પાયા પર છે. આવી સ્થિતિમાં, ઘણા જૂથો એકબીજાને ખતમ કરવા માટે લડતા રહે છે અને બોમ્બથી લઈને મોટા હથિયારોનો ઉપયોગ કરે છે. છેલ્લા છ વર્ષમાં, પોલીસે એકલા ગુઆનજુઆટોમાં 600 થી વધુ વિસ્ફોટક ઉપકરણો જપ્ત કર્યા છે.
આ પણ વાંચો – આ સુંદર યુવતીએ Boyfriend બનાવવા માટે બહાર પાડ્યું Form, 3000 લોકોએ કર્યું Apply
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.