ડિપ ડિપ્રેશન અને ચોમાસાની બે સિસ્ટમના કારણે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધીના રાજ્યોમાં જળ પ્રલય સર્જાયો છે ત્યારે સોશિયલ મીડિયા (social media)માં વાયરલ થયેલા વાદળો (clouds )ના એક ધ્રુજાવી દેનારા વીડિયો (video)થી લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો છે.
આ વીડિયો હરિદ્વારનો
ટ્વિટર પર અનિન્દ્ય સિંગ નામના યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. યુઝરે આ વીડિયો હરિદ્વારનો હોવાનું જણાવ્યું છે. વીડિયો એટલો ડરામણો છે કે વાદળોની ફોજ જોઇને કોઇ પણ વ્યક્તિ ધ્રુજી ઉઠે. વીડિયોમાં જોવા મળે છે વાદળો છેક જમીનને અડી ગયા છે અને જાણે વાદળોની દિવાલ હોય તેવું લાગે છે. જમીનને અડેલા આ વાદળોની સામે લોકો અવર જવર કરી રહ્યા છે અને વાહનો પણ દોડી રહ્યા હોય તેવું જોવા મળે છે.
ડરામણો વીડિયો
વાદળોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે હડકંપ મચાવી રહ્યો છે અને અત્યાર સુધી 3 લાખ લોકોએ જોયો છે. સોશિયલ મીડિયામાં આ વાદળોને પ્રૃકૃતિનો સુંદર નજારો ગણવામાં આવ્યો છે. ઘણા યુઝર આ ડરામણો વીડિયો ગણાવી રહ્યા છે.
વાવાઝોડા સમયે આ પ્રકારના વાદળો જોવા મળે છે
ગુજરાતમાં પણ ભુતકાળમાં આ પ્રકારનો નજારો ઘણા સ્થળે જોવા મળ્યો હતો જેમાં વાદળોની ફૌજ છેક જમીન સાથે અડી ગઇ હતી. વાવાઝોડા સમયે આ પ્રકારના વાદળો જોવા મળે છે.
આ પણ વાંચો—અમદાવાદમાં ભૂવા ‘રાજ’…શહેરીજનો થયા ત્રસ્ત..!