12મું પાસ કર્યા પછી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. ઉમેદવારો 28મી નવેમ્બર સુધી CISF cisfrectt.cisf.gov.in ની સત્તાવાર વેબસાઇટ દ્વારા આ પોસ્ટ્સ માટે અરજી સબમિટ કરી શકે છે. અરજી પ્રક્રિયા 30 ઓક્ટોબર 2023થી ચાલુ છે.
તમે નોંધી લો કે આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલની કુલ 215 ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો બહાર પાડવામાં આવેલ સૂચના વાંચી શકે છે અને નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી કરી શકે છે.
શું હોવી જોઈએ લાયકાત ?
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ 12મું પાસ કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત, ઉમેદવારો પાસે એથ્લેટિક્સ, બોક્સિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ, જિમ્નેસ્ટિક્સ, હેન્ડબોલ, હોકી, શૂટિંગ, સ્વિમિંગ, વોલીબોલ, વેઈટલિફ્ટિંગ, કુસ્તી, તાઈકવૉન્ડો અને બોડીબિલ્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રાજ્ય સ્તરનું અથવા રાષ્ટ્રીય પ્રમાણપત્ર હોવું જોઈએ. પાત્રતા સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો પ્રકાશિત ભરતી સૂચના ચકાસી શકે છે.
અરજી કરનારની ઉંમરની મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારોની ઉંમર 1 ઓગસ્ટ, 2023 થી ગણવામાં આવશે. જ્યારે મહત્તમ વય મર્યાદામાં OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
આવેદન માટેની ફી
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.
નીચેના સ્ટેપ મુજબ કરો અરજી
* CISF cisfrectt.cisf.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
* હોમ પેજ પર આપેલ લોગિન પર ક્લિક કરો.
* મેઇલ આઈડી અને ફોન નંબર દાખલ કરીને નોંધણી કરો.
* અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
આ પણ વાંચો – 21 વર્ષની ઉંમરે બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે કરો પ્લાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે