Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાર્ટીમાં મહેમાનોની સામે પ્લેન થયું ક્રેશ, વીડિયો થયો વાયરલ

10:41 AM Sep 04, 2023 | Hardik Shah

મેક્સિકોના સિનાલોઆમાં જેન્ડર રીવીલ પાર્ટી દરમિયાન એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત થયું હતું. આ દરમિયાન સેંકડો લોકો ત્યાં હાજર હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેન જમીન પર પડતું જોઈ શકાય છે.

ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

ઘણીવાર ખુશી વચ્ચે એવી દુર્ઘટનાઓ બની જાય છે જે ખુશીને માતમમાં બદલી દે છે. આવો જ એક કિસ્સો મેક્સિકોના સિનાલોઆમાં જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલે જેન્ડર રીવીલ પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ ખુશી વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. કપડ દ્વારા આયોજિત કરવામાં આવેલી જેન્ડર રીવીલ પાર્ટીમાં મહેમાનોની સામે જ પ્લેન ક્રેશ થયું હતું. આ એક સ્ટંટ પ્લેન હતું, જેને પાર્ટીમાં રંગ ફેલાવવા માટે લાવવામાં આવ્યું હતું. પરંતુ આ પાછળથી જીવલેણ સાબિત થયું. તેનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે.

પ્લેન બેકાબુ થતા ક્રેસ, પાઈલોટનું મોત

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, હાલમાં દંપતીની ઓળખ થઈ નથી. બંને ‘ઓહ બેબી’ ચિહ્નની સામે એકબીજાના હાથમાં હાથ રાખીને ઉભા જોવા મળે છે. એક વિમાન ઉપરથી રંગો ફેલાવતું જોઈ શકાય છે. આ પછી લોકોની ચીસોનો અવાજ સંભળાય છે. વાસ્તવમાં પ્લેન બેકાબૂ થઈ ગયું હતું. સ્થાનિક સમાચાર આઉટલેટ્સ અનુસાર, અધિકારીઓએ બાદમાં પાઇલટને કાટમાળ સાથે શોધી કાઢ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં પાઈલટને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – આ સુંદર યુવતીએ Boyfriend બનાવવા માટે બહાર પાડ્યું Form, 3000 લોકોએ કર્યું Apply

આ પણ વાંચો – ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.