Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vinesh Phogat એ કુસ્તીને કહ્યું અલવિદા,માતાને કહેલા શબ્દો વાંચી હૈયું ભરાઈ જશે

08:14 AM Aug 08, 2024 |
  1. વિનેશ ફોગાટે કુસ્તીને  કહ્યું  અલવિદા  
  2. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત
  3. મા મારી પાસેથી કુસ્તી જીતી અને હું હારી ગઈ: વિનેશ

Vinesh Phogat: ભારતીય મહિલા કુસ્તીબાજ (wrestling)એથ્લેટ વિનેશ ફોગાટને (Vinesh Phogat)પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ મેચ પહેલા 7 ઓગસ્ટના રોજ અયોગ્ય ઘોષિત જાહેર કરવામાં આવી હતી. મેડલ મેચ પહેલા વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું, ત્યારબાદ મેચ અધિકારીઓએ તેને ગેરલાયક ઠેરવી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ નિર્ણય બાદ વિનેશને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે અચાનક એક મોટો નિર્ણય લઈને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે.

 

મમ્મી મારી પાસેથી કુસ્તી જીતી

વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મા કુશ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું તમારા બધાની ઋણી રહીશ. માફ કરજો.’ સુવર્ણચંદ્રક માટેની સ્પર્ધાના થોડા કલાકો પહેલા બુધવારે સવારે વેઇટ-ઇન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિનેશને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. ભારતીય મહિલા રેસલરનું વજન 100 ગ્રામ વધુ હતું.

 

આ પણ  વાંચો  વિનેશ ફોગાટને ભારત રત્ન આપવાની ઉઠી માંગ

 

ફાઇનલમાં પહોંચીને રચ્યો હતો ઇતિહાસ

29 વર્ષની મહિલા કુશ્તીબાજે જ્યારે સેમિફાઇનલ મેચમાં ક્યુબાના કુશ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ઇતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં આવું કરનાર તે દેશની પ્રથમ મહિલા કુશ્તીબાજ બની હતી. આ રીતે, તેને 50 કિગ્રા કુશ્તી વર્ગમાં સિલ્વર મેડલ પણ નિશ્ચિત કરવામાં આવ્યો હતો. આખા દેશને વિશ્વાસ હતો કે, ઓછામાં ઓછું એક મેડલ નિશ્ચિત છે.

 

વિનેશે CASમાં અપીલ કરી છે

વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરી છે. તેણે પોતાની ગેરલાયકાત સામે અપીલ કરી છે. ધી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રમતગમત સંબંધિત વિવાદોનું નિરાકરણ કરે છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડમાં છે અને તેની સ્થાપના 1984માં થઈ હતી. વિનેશ ફોગાટે CASને તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે, જેના પર નિર્ણય લેવાનો બાકી છે.