-
CAS એ અપીલ કરવા પર ખેલાડીને પુરસ્કાર આપ્યો
-
એના બાર્બોસુને CAS એ Bronza આપ્યો
-
વિનેશ અંગેનો નિર્ણય 13 ઓગસ્ટ સુધીમાં આવે તેવી શક્યતા
Vinesh Phogat CAS Case: આજે Paris Olympics 2024 નો અંત આવ્યો છે. ત્યારે આ બધા વચ્ચે દરેક ભારતીયની નજર રમતગમત માટે આર્બિટ્રેશન કોર્ટ (CAS) પર ટકી રહી છે. કારણ કે…. CAS એ વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં, તેને અંગે નિર્ણય આપશે. જોકે વિનેશ ફોગાટે 50 કિગ્રા મહિલા કુસ્તીબાજની સ્પર્ધામાં ફાઈનલ માટે ક્વોલિફાયર કર્યું હતું. પરંતુ 100 વધુ વજનને કારણે વિનેશ ફોગાટને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: આતુરતાનો આવ્યો અંત, વિનેશ ફોગાટને મળશે સુવર્ણ પદક!
એના બાર્બોસુને CAS એ Bronza આપ્યો
ત્યારે વિનેશ ફોગાટે આ મામલે CAS માં અપીલ કરી છે. તેના અંતર્ગત વિનેશ ફોગાટે સિલ્વર મેડલની માગ કરી છે. પરંતુ વિનેશ ફોગાટ પહેલા CAS માં અન્ય એક મહિલા ખેલાડીએ પણ આ પ્રકારની અરજી દાખલ કરી હતી. ત્યારે આ મહિલા રમતવીરને CAS દ્વારા Bronza Medal આપવામાં આવ્યું હતું. તો આ મહિલાનું નામ Ana Barbosu છે. રોમાનિયન એથ્લેટ Ana Barbosu એ પેરિસ ઓલિમ્પિકમાં ફ્લોર ઈવેન્ટમાં ખોટા સ્કોરિંગ માટે CAS ને અપીલ કરી હતી, જેમાં તેણી ચોથા સ્થાને રહી હતી. આ ઈવેન્ટમાં અમેરિકાના જોર્ડન ચિલ્સને 13.766 પોઈન્ટ્સ મળ્યા હતાં. જ્યારે એના બાર્બોસુને 13.700 પોઈન્ટ મળ્યા. Ana Barbosu ની અપીલ સાંભળીને સીએએસે તેની તરફેણમાં ચુકાદો આપ્યો જેમાં તેને હવે બ્રોન્ઝ મેડલ મળશે.
આ અંગેનો નિર્ણય 13 ઓગસ્ટ સુધીમાં આવે તેવી શક્યતા
મેચ દરમિયાન અને અંત એના બાર્બોસુએ પોઈન્ટને લઈ અપલી કરી હતી. પરંતુ તેની વાતને સ્વીકારવામાં આવી ન હતી. તેથી Ana Barbosu એ CAS માં અપીલ કરી હતી. જે બાદ તેને CAS ના નિર્ણય સ્વરૂપે Bronza Medal આપવામાં આવ્યો હતો. એના બાર્બોસુને લઈને CAS ના નિર્ણય બાદ હવે તમામ ભારતીય ચાહકોની નજર વિનેશ ફોગાટ અંગેના નિર્ણય પર ટકેલી છે. હરીશ સાલ્વેએ આ મામલે વિનેશ ફોગટનો પક્ષ રજૂ કર્યો છે. આ અંગેનો નિર્ણય 13 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યા સુધીમાં લેવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: PARIS OLYMPICS 2024 નું સમાપન, જાણો કયા દેશના નામે છે સૌથી વધુ મેડલ