Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Polo Forest જવાનો પ્લાન હોય તો પહેલા આ જાહેરનામું વાંચી લ્યો! નહીં તો ખોટો ધક્કો પડશે

07:39 PM Sep 04, 2024 |
  1. આગામી 15 દિવસ ફોળો ફોરેસ્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ
  2. ભારે વરસાદના કારણે લેવામાં આવ્યો આ નિર્ણય
  3. ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યએ જાહેરનામું પરત ખેંચવા કરી માંગ

Polo Forest: સાબરકાંઠામાં જિલ્લામાં આવેલા વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે પ્રવેશબંધી મામલે મહત્વની સમાચાર સામે આવ્યાં છે. વરસાદી વાતાવરણના કારણે લોકો મોટી સંખ્યામાં પોળો ફોરેસ્ટ (Polo Forest)માં ફરવા માટે આવતાં હોય છે. પરંતુ અત્યારે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે, આગામી 15 દિવસ માટે ફોળો ફોરેસ્ટ બંધ રહેવાનું છે. મુસાફરો માટે 15 દિવસ પ્રવેશબંધી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિજયનગરના વણજ જળાશયમાં પાણીની આવક વધી છે. જેથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આથી કોઈ અઘટિત બનાવ ના બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અંતરિક્ષની આફત! આજ રાત્રે ઘરતી સાથે ટકરાઈ શકે છે Asteroid

ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે જાહેરનામું પરત ખેંચવા કરી માંગ

મળતી વિગતો પ્રમાણે વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા ત્રણેય રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં છે. આ 15 દિવસ દરમિયાન પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન એક બીજા મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે જાહેરનામું પરત ખેંચવા માંગ કરી છે. રાજ્યભરમાંથી પ્રવાસીઓ ચોમાસાના સમયમાં પ્રકૃતિને માણવા આવતા હોય છે. નોંધનીય છે કે, જુલાઈથી ચાર માસ સુધી તહેવારો હોવાને લઈને પ્રવાસીઓ ઉમટી પડે છે.

આ પણ વાંચો: Vadodara: નઘરોળ, નિર્લજ્જ અને નપાણિયા તંત્રની વધુ એક લાલિયાવાડી! વહીવટી તંત્રની ઘોર બેદરકારી

આગામી 15 દિવસ સુધી ફોળો ફોરેસ્ટમાં પ્રવેશબંધી

ફોલો ફોરેસ્ટમાં ફરવાં માટે આવતા હોય છે પરંતુ અત્યારે જો તમે ફરવા જવાનો પ્લાન કરી રહ્યો છો તો તમારે માંડી વાળવું પડશે. અત્યારે આગામી 15 દિવસ સુધી ફોળો ફોરેસ્ટમાં પ્રવેશબંધી જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે વિજયનગરના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે વણજ જળાશયમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે.પાણીની આવક વધી જતા નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કૂતરો હવે જંગલનો નવો રાજા! જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો