+

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની કમાણી જાણીને તમને નવાઈ લાગશે, જાણો 1 પોસ્ટ માટે કેટલો લે છે ચાર્જ

વિરાટ કોહલી (Virat Kohli - Indian Cricketer) લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ઝઝુમી રહ્યો છે, છેલ્લા ત્રણ વર્ષથી એક પણ સદી ફટકારી નથી, ટીમમાં રહેવાથી લઈને હાલમાં સવાલો ઉઠી રહ્યા છે,પરંતુ મેદાન બહાર કિંગ કોહલીનો જલવો બરકરાર છે, સોશિયલ મીડિયા (Social Media) પર તેના ચાહકોની કોઈ કમી નથી. 33 વર્ષનો વિરાટ કોહલી આજે પણ સોશિયલ મીડિયા સેલિબ્રિટીના રુપમાં છવાયો છે. વિરાટ કોહલી એશિયામાં સૌથી વધુ કમાણી (Earning) કરનાર ખેલાડી છે, વિરાà
વિરાટ કોહલી (Virat Kohli – Indian Cricketer) લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ઝઝુમી રહ્યો છે, છેલ્લા ત્રણ વર્ષથી એક પણ સદી ફટકારી નથી, ટીમમાં રહેવાથી લઈને હાલમાં સવાલો ઉઠી રહ્યા છે,પરંતુ મેદાન બહાર કિંગ કોહલીનો જલવો બરકરાર છે, સોશિયલ મીડિયા (Social Media) પર તેના ચાહકોની કોઈ કમી નથી. 33 વર્ષનો વિરાટ કોહલી આજે પણ સોશિયલ મીડિયા સેલિબ્રિટીના રુપમાં છવાયો છે. વિરાટ કોહલી એશિયામાં સૌથી વધુ કમાણી (Earning) કરનાર ખેલાડી છે, વિરાટ કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી 8 કરોડ રુપિયાથી  પણ  વધુ કમાય છે. ચાલો જાણીએ વિરાટ કોહલી વિશે. 
તમને જણાવી દઈએ કે કોહલીના ટ્વિટર પર 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. હકીકતમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 50 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. નોંધનીય છે કે આજના યુગમાં સોશિયલ મીડિયા આવકનું મુખ્ય સાધન બની ગયું છે. ત્યારે  હવે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર કેટલી કમાણી કરે છે, તે ફેન્સમાં ચર્ચાનો વિષય છે. 
જોકે, વિરાટ કોહલી ભારતીય ક્રિકેટની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પ્રતિ પોસ્ટની  કમાણી પર નજર નાખો તો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એક પોસ્ટથી લગભગ 8.69 કરોડ રૂપિયા કમાય છે.
Whatsapp share
facebook twitter