શું તમે જાણો છો કે શ્વાનએ સૌથી વફાદાર હોય છે. તે ઘરમાં એક એક પરિવારના સભ્યની જેમ જ રહે છે. તો પણ ઘણીવાર કેટલાક લોકો તેમના પ્રત્યે ક્રૂર બની જતાં હોય છે. ત્યારે તેમને જાગૃત કરવા માટે, આંતરરાષ્ટ્રીય શ્વાન દિવસ ઉજવવામાં આવે છે. તો ચાલો તેમની દરેક વસ્તુ જાણવી જોઈએ.
આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે શ્વાન માણસના શ્રેષ્ઠ મિત્રો છે. તેમના પ્રેમમાં કોઈ સ્વાર્થ નથી અને તેથી તેમના સ્નેહનું સન્માન કરવું જોઈએ. તેનો હેતુ લોકોને શ્વાન દત્તક લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લોકોને જાગૃત કરવા પડશે કે કૂતરા પણ પ્રેમ અને સંબંધના હકદાર છે.
આંતરરાષ્ટ્રીય ડોગ ડેનો ઇતિહાસ શું છે?
આંતરરાષ્ટ્રીય શ્વાન દિવસ 2004 માં કોલીન પેજ, પાલતુ અને પારિવારિક જીવનશૈલી નિષ્ણાત, પ્રાણી બચાવ હિમાયતી, સંરક્ષણવાદી, શ્વાન ટ્રેનર અને લેખક દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. પહેલી વખત આ દિવસ 26 ઓગસ્ટ 2004 ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી તે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ પેજ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે તેમના પરિવારે પ્રથમ કૂતરો શેલ્ટીને દત્તક લીધો હતો. પેજ કોલીન નેશનલ પપી ડે, નેશનલ કેટ ડે અને નેશનલ વાઈલ્ડલાઈફ ડેના સ્થાપક પણ છે.
આંતરરાષ્ટ્રીય ડોગ ડેનું શું મહત્વ છે?
જો કે દરેક જગ્યાએ લોકો શ્વાન પાળે છે અને તેમના પ્રત્યે પ્રેમ ધરાવે છે, પરંતુ કેટલાક લોકો તેમના પ્રત્યે ક્રૂરતા દર્શાવે છે. આ દિવસે આવા લોકો સામે કાર્યવાહી કરવા અને શેરીના શ્વાન પ્રત્યે પ્રેમ રાખવા માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવું જોઈએ. આ શ્વાનની સારી સંભાળ રાખવા માટે દરેકને પ્રેરણા આપે છે. તમે તમારી આસપાસના શ્વાન પ્રત્યે પ્રેમ દર્શાવીને અને તેમને ખવડાવીને પણ આ દિવસની ઉજવણી કરી શકો છો.