+

ટોઇલેટ ફ્લશમાં એક મોટું અને એક નાનું બટન કેમ હોય છે? જાણો શું છે કારણ

આજકાલ આધુનિક ટોઇલેટ્સ કે વેસ્ટર્ન ટોઇલેટ્સનો જમાનો છે. આ મોડર્ન ટોઇલેટમાં હવે બે પ્રકારનાં ફ્લશ હોય છે, તેમાંથી એક નાનું અને એક મોટું હોય છે. તેને ‘ડ્યુઅલ ફ્લશ’ ટોઇલેટ પણ કહે છે, પણ શું તમે જાણો છો કે, તેમાં ફ્લશના બે ઑપ્શન કેમ આપેલા હોય છે? ડબલ ફ્લશ ટોઇલેટ્સ બે અલગ અલગ પ્રકારનાં લીવર્સ કે બટન્સ સાથે આવે છે. એક મોટું હોય છે અને બીજું નાનું હોય છે તથા દરેક બટન એક એક્ઝિટ વાલ્વ સાથે કનેકà«
આજકાલ આધુનિક ટોઇલેટ્સ કે વેસ્ટર્ન ટોઇલેટ્સનો જમાનો છે. આ મોડર્ન ટોઇલેટમાં હવે બે પ્રકારનાં ફ્લશ હોય છે, તેમાંથી એક નાનું અને એક મોટું હોય છે. તેને ‘ડ્યુઅલ ફ્લશ’ ટોઇલેટ પણ કહે છે, પણ શું તમે જાણો છો કે, તેમાં ફ્લશના બે ઑપ્શન કેમ આપેલા હોય છે? 
ડબલ ફ્લશ ટોઇલેટ્સ બે અલગ અલગ પ્રકારનાં લીવર્સ કે બટન્સ સાથે આવે છે. એક મોટું હોય છે અને બીજું નાનું હોય છે તથા દરેક બટન એક એક્ઝિટ વાલ્વ સાથે કનેક્ટેડ હોય છે.
બંનેમાંથી જે મોટું લીવર હોય છે, તે છથી નવ લિટર પાણીથી ટોઇલેટ ફ્લશ કરે છે, જ્યારે નાનું લીવર ત્રણથી ચાર લિટર પાણીથી ટોઇલેટ ફ્લશ કરે છે. એટલે કે સ્પષ્ટ છે, મોટું બટન કે લીવર એ મળની સફાઈ માટે છે જ્યારે નાનું બટન કે લીવર મૂત્રની સફાઈ માટે છે.
જો એક પરિવાર ડ્યુઅલ ફ્લશિંગનો ઉપયોગ કરે તો તેઓ સિંગલ ફ્લશની સરખામણીએ વર્ષમાં 20,000 લિટર જેટલું પાણી બચાવી શકે છે.
આ પ્રકારના ટોઇલેટનો ઉપયોગ કરી પાણી બચાવી શકો છો. ટૂંકમાં એટલું સમજી લો કે, માત્ર પેશાબ કર્યો હોય તો નાના બટનનો ઉપયોગ કરો અને જ્યારે મળત્યાગ કરો ત્યારે મોટા બટનનો ઉપયોગ કરવો.
Whatsapp share
facebook twitter