+

આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવી રહ્યો છે, જાણો તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ

9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ આદિવાસી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આપણે તો આજે આધુનિક યુગમાં સાધન સહાય અને ઇ-યુગમાં આવી ગયા પણ આ આદિવાસીઓ આજે પણ પરંપરાગત જીવન ગુજારી રહ્યા છે અને રજા, વેકેશન કે મૂડ ફ્રેશ કરવા આપણે છેવટે તો તેમની પાસે જ જવું પડે છે.ગુજરાતમાં અંબાજીથી લઈ આહવા સુધી આદિવાસી પટ્ટી આવેલી છે. આ જિલ્લામાં તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્સવ, પ્રાકૃતિક ઈલાજ, માન્યતા, સંસ્કૃતિ, વાદà

9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આપણે તો આજે આધુનિક યુગમાં સાધન સહાય અને ઇ-યુગમાં આવી ગયા પણ આ આદિવાસીઓ આજે પણ પરંપરાગત જીવન ગુજારી રહ્યા છે અને રજા, વેકેશન કે મૂડ ફ્રેશ કરવા આપણે છેવટે તો તેમની પાસે જ જવું પડે છે.ગુજરાતમાં અંબાજીથી લઈ આહવા સુધી આદિવાસી પટ્ટી આવેલી છે. આ જિલ્લામાં તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્સવ, પ્રાકૃતિક ઈલાજ, માન્યતા, સંસ્કૃતિ, વાદ્યો, મેળા, રીતિ રિવાજ આજે પણ આપણા માટે એક પહેલી અને આશ્ચર્ય જ છે.


તમને જણાવી દઈએ કે વિવિધ સરકારો અને સંગઠનો દ્વારા આદિવાસીઓના ઉત્થાન માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર આજે આખી દુનિયામાં આદિવાસીઓની સંખ્યા ઘટીને 37 કરોડની આસપાસ આવી ગઈ છે. ક્યાંક ને ક્યાંક આધુનિક લોકો આદિવાસીઓના અસ્તિત્વના દુશ્મન છે એમ કહેવું ખોટું નહીં હોય. કારણ કે દર વર્ષે માત્ર પોતાના ફાયદા માટે કેટલાય વૃક્ષો અને જંગલોનો નાશ કરવામાં આવે છે. લોકો આ ફાયદામાં ભૂલી જાય છે કે અમે આદિવાસીઓના ઘર એટલે કે તેમના જંગલને નષ્ટ કરી રહ્યા છીએ.

બીજા વિશ્વ યુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશોમાં પારસ્પરિક મૈત્રી પૂર્ણ સમન્વય બનાવવા એક બીજાના અધિકારો અને સ્વતંત્રતાને સમાન વધારો કરવો વિશ્વમાંથી ગરીબી તદઉપરાંત શિક્ષા, સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરવામાં આવી હતી.
9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેમ ?
જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને ભારત સહિત વર્તમાન સમયમાં જેમાં 193 દેશ જેના સદસ્ય છે તેમનાં ગઠન (સંગઠન)ના 50 વર્ષ પછી સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) એ એવું મહેસુસ કર્યું કે 21 મી સદીમાં વિશ્વના વિભિન્ન દેશોમાં વસવાટ કરી રહેલાં જનજાતિ આદિવાસી સમુદાય તેમની ઉપેક્ષા, ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ, સુવિધાનો અભાવ બેરોજગારી તેમજ ભટકતું જીવન, મજૂરી જેવી સમસ્યાથી પૂર્ણત છે.જનજાતિની ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994 માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.


આ વર્ષની થીમ 
કોરોનાના કારણે 2021માં કોઈ થીમ રિલીઝ થઈ ન હતી. વર્ષ 2020 માટેની થીમ ફરીથી પ્રકાશિત કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ 2022 થીમ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (DESA) આ વર્ષની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ વર્ષની થીમ છે “સંરક્ષણ અને પરંપરાગત જ્ઞાનના પ્રસારણમાં સ્વદેશી મહિલાઓની ભૂમિકા” છે. 

ભારતના ઝારખંડ રાજ્યમાં 26 ટકા વસ્તી આદિવાસી છે. ઝારખંડમાં 32 આદિવાસી આદિવાસીઓ રહે છે, જેમાં બિરહોર, પહરિયા, મલ પહરિયા, કોરબા, બિરજિયા, અસુર, સાબર, ખાડિયા અને બિરજિયા આદિવાસીઓનો સમાવેશ થાય છે. દેશની આઝાદી સમયે ઝારખંડમાં આદિવાસી લોકોની સંખ્યા 35 ટકાની નજીક હતી, જે 2011ની વસ્તી ગણતરી મુજબ ઘટીને 26 ટકા થઈ ગઈ છે.
Whatsapp share
facebook twitter