+

આ શખ્સે પોતાના પરિવાર માટે બનાવ્યું પ્લેન, પરિવાર સાથે કર્યો યુરોપનો પ્રવાસ

આપણા દેશના લોકો એટલા ક્રિએટિવ હોય છે કે જો તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ભારતને મોટો ફાયદો કરાવી શકે છે. તમે જોયું જ હશે કે લોકો પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરી એવું કઇંક બનાવી દે છે કે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. તેવું જ કઇંક એક કેરળના શખ્સે કરી બતાવ્યું છે.આ શખ્સનું નામ અશોક અલિસેરીલ થમરક્ષન છે, જેઓ હાલમાં લંડનમાં પરિવાર સાથે રહે છે. અશોક અલિસેરીલ થમરક્ષને પોતાનું 4 સી
આપણા દેશના લોકો એટલા ક્રિએટિવ હોય છે કે જો તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ભારતને મોટો ફાયદો કરાવી શકે છે. તમે જોયું જ હશે કે લોકો પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરી એવું કઇંક બનાવી દે છે કે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. તેવું જ કઇંક એક કેરળના શખ્સે કરી બતાવ્યું છે.
આ શખ્સનું નામ અશોક અલિસેરીલ થમરક્ષન છે, જેઓ હાલમાં લંડનમાં પરિવાર સાથે રહે છે. અશોક અલિસેરીલ થમરક્ષને પોતાનું 4 સીટર પ્લેન બનાવ્યું છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર અશોકને તેને બનાવવામાં 18 મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે ઇનોવેશન સફળ થયું, ત્યારે અશોકે આ પ્લેનમાંથી તેની પત્ની અને બે દીકરીઓ સાથે આખા બ્રિટનમાં પ્રવાસ કર્યો હતો. અશોક પલક્કડ એન્જિનિયરિંગ કોલેજમાંથી બીટેક કર્યા પછી, તેઓ માસ્ટર ડિગ્રી માટે 2006 માં યુકે ગયા હતા. હાલમાં તેઓ ફોર્ડમાં એન્જિનિયર છે. આ વાત વાંચીને તમને થોડીવાર માટે નવાઇ લાગી શકે છે કે, એક એવા સમયે જ્યારે ઉડ્ડયન ઉદ્યોગ કોવિડ-19 રોગચાળાની પ્રતિકૂળ અસરોમાંથી રીકવર થઈ રહ્યો છે, ત્યારે કેરળના આ વ્યક્તિ, અશોક અલિસેરીલ થમરક્ષન, પોતે બનાવેલા વિમાનમાં તેના પરિવાર સાથે યુરોપનો પ્રવાસ કરી રહ્યા હતા. 
આ એરક્રાફ્ટ અશોક અલિસેરિલ થમરક્ષને પોતે બનાવ્યું હતું, જેઓ હવે કોવિડ-19 લોકડાઉન દરમિયાન લંડનમાં રહે છે. કેરળના અલ્લાપ્પુઝાના વતની, થમરક્ષનને 4 સીટર પ્લેન બનાવવામાં લગભગ 18 મહિનાનો સમય લાગ્યો હતો. તેમણે પોતાના પ્લેનનું નામ G-Diya રાખ્યું છે. જેમા દિયા તેમની પુત્રીનું નામ છે. મહત્વનું છે કે, અશોક પાસે પાયલોટનું લાયસન્સ પણ છે. 
Whatsapp share
facebook twitter