+

વ્યક્તિ ફ્લાઈટમાંથી કૂદ્યો, 6500 ફૂટ નીચે ઘરની છત પર આવી પડ્યો

સ્કાય ડાઈવિંગ માટે ગયેલા વ્યક્તિનું પેરાશૂટ ખુલ્યું નહીં અને તે 6500 ફૂટની ઊંચાઈએથી ઘરની છત તોડીને સીધો જમીન પર પડ્યો. આ વ્યક્તિએ આ પહેલા પણ બે વખત સ્કાઈડાઈવિંગ કર્યું હતું. પરંતુ તેનો ત્રીજો અનુભવ તેના જીવનનો છેલ્લો સ્કાય ડાઇવિંગ અનુભવ સાબિત થયો. સ્કાયડાઈવિંગ કરવા ગયેલા એક વ્યક્તિ સાથે દર્દનાક અકસ્માત થયો. ખરેખર, સ્કાયડાઇવિંગ માટે ગયેલા વ્યક્તિએ ફ્લાઇટમાંથી છલાંગ લગાવી હતી. પર
સ્કાય ડાઈવિંગ માટે ગયેલા વ્યક્તિનું પેરાશૂટ ખુલ્યું નહીં અને તે 6500 ફૂટની ઊંચાઈએથી ઘરની છત તોડીને સીધો જમીન પર પડ્યો. આ વ્યક્તિએ આ પહેલા પણ બે વખત સ્કાઈડાઈવિંગ કર્યું હતું. પરંતુ તેનો ત્રીજો અનુભવ તેના જીવનનો છેલ્લો સ્કાય ડાઇવિંગ અનુભવ સાબિત થયો. સ્કાયડાઈવિંગ કરવા ગયેલા એક વ્યક્તિ સાથે દર્દનાક અકસ્માત થયો. ખરેખર, સ્કાયડાઇવિંગ માટે ગયેલા વ્યક્તિએ ફ્લાઇટમાંથી છલાંગ લગાવી હતી. પરંતુ જમીન તરફ આવતી વખતે તે પેરાશૂટ ખોલી શક્યો ન હતો અને લગભગ 6500 ફૂટની ઊંચાઈએથી સીધો ઘરની છત પર પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ અકસ્માત બ્રાઝિલમાં થયો હતો. બોઈટુવાના સાઓ પાઉલો શહેરમાં એક ઘરમાં સ્કાઈડાઈવિંગ કરતી વખતે 38 વર્ષીય એન્ડ્રેસ જમૈકા સાથે અકસ્માત થયો હતો.
બ્રાઝિલિયન નેટવર્ક ટીવી ગ્લોબો માંથી મેળવેલા ફૂટેજમાં સ્કાયડાઈવિંગ પ્રશિક્ષક પાઉલો મિરકાઈ ફ્લાઇટમાંથી કૂદતા પહેલા જમૈકાને નિર્દેશન આપતો હતો બતાવે છે. જેનાં જમૈકા સ્કાયડાઈવિંગને ઇન્સ્ટ્રક્ટર પાઉલો મિરકાઈ ઇન્સ્ટ્રક્શન આપતા દેખાય છે. જમૈકાની સાથે અન્ય ઘણા સ્કાયડાઇવર્સ પણ ફ્લાઇટમાંથી કૂદવાની તૈયારી કરતા જોવા મળે છે. ફ્લાઇટમાંથી કૂદતી વખતે, મિરકાઈએ જમૈકાના હાથ અને પગને પકડી રાખ્યા. જમૈકને એક સમયે હવામાં લિવરને   ખેંચીને લાઇફ બચાવવાની કોશિશ પણ  કરી હતી. તેની પાસે બ્રેકઅવે લોકેશન વિશે સંપૂર્ણ માહિતી હતી.
પછી પ્રશિક્ષકે જમૈકા છોડી દીધું. થોડી જ વારમાં જમૈકા ગોળ ગોળ ફરવા લાગ્યો, ઇન્સ્ટ્રક્ટરે તેમને સંભાળવાનો પ્રયાસ કર્યો. છેલ્લાં પ્રયત્નમાં તેમણે જમૈકાના પગ પકડ્યા પણ તે છૂટી ગયો.  વીડિયોમાં જોવા મળે છે કે  તે બંને જમીન તરફ ઝડપથી જઈ રહ્યા હતા. છેલ્લે ઇન્સ્ટ્રક્ટરે પોતાનું પેરાશૂટ ખોલ્યું. જો કે આ ઘટનામાં જમૈકા લગભગ 6500 ફૂટની ઊંચાઈએથી એક ઘરની ઝીંક રૂફ પેનલ તોડીને જમીન પર પટકાયો હતો, જો કે તેને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રશિક્ષક મીરકાઈએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું- મેં તેને બચાવવા માટે જે કંઈ કરી શકાતું હતું તે કર્યું, આમ છતાં આ અકસ્માત મારા મનમાં ઘર કરી ગયો છે. બોઈટુવા સિવિલ પોલીસ વિભાગ આ સમગ્ર અકસ્માતની તપાસ કરી રહી છે. પોલીસને લાગે છે કે જમૈકા સમયસર પેરાશૂટ ખોલવામાં નિષ્ફળ ગયો હતો, તેથી તે મૃત્યુને ભેટ્યો હતો. આ દુર્ઘટના બાદ હાલ બોઈટુવામાં સ્કાયડાઈવિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter