+

શાળાએ જતા બાળકોને રોડ ક્રોસ કરવા શ્વાને ટ્રાફિક થંભાવી દીધો

હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક શેરીના શ્વાનની બુદ્ધિ લોકોના દિલ જીતી રહી છે. વીડિયોમાં એક શ્વાને સ્કૂલ જતા બાળકોને રોડ ક્રોસ કરવામાં મદદ કરી રહ્યો છે. સ્ટ્રીટ ડોગ બાળકોને રોડ ક્રોસ કરવામાં મદદ કરે છે,  પ્રાણીઓમાં, શ્વાન મનુષ્યોનો વફાદાર સાથીદાર ગણાય છે. ઈન્ટરનેટ પર કૂતરાઓના એકથી વધુ હૃદય સ્પર્શી વિડીયો છાશવારે વાયરલ થતા હોય છે, જેમાં કેટલાકમાં તેમના મસà
હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક શેરીના શ્વાનની બુદ્ધિ લોકોના દિલ જીતી રહી છે. વીડિયોમાં એક શ્વાને સ્કૂલ જતા બાળકોને રોડ ક્રોસ કરવામાં મદદ કરી રહ્યો છે. સ્ટ્રીટ ડોગ બાળકોને રોડ ક્રોસ કરવામાં મદદ કરે છે,  પ્રાણીઓમાં, શ્વાન મનુષ્યોનો વફાદાર સાથીદાર ગણાય છે. ઈન્ટરનેટ પર કૂતરાઓના એકથી વધુ હૃદય સ્પર્શી વિડીયો છાશવારે વાયરલ થતા હોય છે, જેમાં કેટલાકમાં તેમના મસ્તી બર્યા અંદાજ અને માલિક પ્રત્યેનો લગાવ સૌના દિલ જીતી લે છે.  
તાજેતરમાં વાયરલ થયેલો આ વીડિયો જોઈને આનો અંદાજ લગાવી શકો છો, કે શ્વાન આમને આમ વફાદાર નથી ગણાતા, આ વીડિયોમાં એક શ્વાને શાળાએ જતા બાળકોને રોડ ક્રોસ કરાવતો જોવા મળે છે. આ બુદ્ધિશાળી કૂતરું જોવી રીતે બાળકોની મદદ કરે છે તે જોઇને દરેકને આશ્ચર્ય થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોઈને યુઝર્સ આ ક્યૂટ ડોગના વખાણ કરતા થાકતા નથી. 


ઘણીવાર તમે જોયું હશે કે રસ્તા પર કાર ચલાવનાર દરેક વ્યક્તિ એટલી ઉતાવળમાં હોય છે કે તે અટકવાનું નામ પણ લેતો નથી. આવી સ્થિતિમાં હંમેશા રોડ પર અકસ્માતનો ભય રહે છે. સાથે જ રોડ ક્રોસ કરતા પશુઓ વધુ ઝડપે દોડતા વાહનોના કારણે અકસ્માતનો ભોગ બને છે. હાલમાં જ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા આ વિડીયોમાં કેટલાક નાના બાળકો રોડ ક્રોસ કરવા માટે ઝેબ્રા ક્રોસિંગ પાસે ઉભા રહેલા જોઈ શકાય છે. દરમિયાન રસ્તા પર  સતત આવી રહેલાં સ્પીડી વાહનોના કારણે બાળકો આગળ વધી શકતા નથી અને વાહનવ્યવહાર બંધ થાય તેની રાહ જોતા હોય છે. દરમિયાન, એક કાળા અને સફેદ રંગનો શ્વાન (ડોગ હેલ્પ કિડ્સ ક્રોસ રોડ વિડિયો) વાહનોને રોકવા માટે દોડે છે  અને ભસતો જોવા મળે છે. જેમ જ બાળકો રોડ ક્રોસ કરવા આગળ વધે છે, શ્વાન ટ્રાફિકને રોકવા માટે કાર જોઇને તરત ભસવા લાગે છે. કૂતરાની મદદથી બાળકો રસ્તો ક્રોસ કરી શકે છે. આ વિડીયોને ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વિડીયોને જોતા એવું લાગે છે કે તે કોઈ ઘાબા પરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વિડીયોને IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર હેન્ડલથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વિડીયો જ્યોર્જિયાના બટુમીનો છે, જ્યાં સ્કૂલના બાળકોનું એક જૂથ તેમના શિક્ષક સાથે રસ્તા પર ચાલતું જોવા મળે છે. ઈન્ટરનેટ પર આ વિડીયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. યૂઝર્સ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આજકાલ માણસો કરતાં પ્રાણીઓમાં  કોમન સેન્સ વધારે છે.’ મજાકમાં એક યુઝરે લખ્યું, ‘ કદાચ આ શ્વાન તેના પાછલા જન્મમાં ટ્રાફિક કોન્સ્ટેબલ હતો.’
Whatsapp share
facebook twitter