+

ન તો હોસ્પિટલમાં સારવાર મળી, ન શબવાહિની; માતાના શબને પુત્ર બાઇક પર 80 કી.મી લઇ ગયા

મધ્યપ્રદેશના શાહડોલ મેડિકલ કોલેજમાં મહિલાના મોત બાદ પુત્રોએ માતાના મૃતદેહને લાકડાના પાટા પર બાંધીને બાઇક દ્વારા 80 કિમી દૂર શાહડોલ જિલ્લાથી પડોશી અનુપપુર જિલ્લામાં માતાના મૃતદેહને તેમના ઘરે લઈ જવો પડ્યો હતો.  શહેર માટે આ શરમજનક ઘટના કહેવાય એમપી અજબ હૈ.. આ કહેવત  કોઇ સારી બાબત માટે નથી કહેવાઇ. કહેવા માટે અહીંના રસ્તા અમેરિકા જેવા છે, શહેરો સ્માર્ટ બની ગયા છે અને આખા રાજ્યમાં આરોà
મધ્યપ્રદેશના શાહડોલ મેડિકલ કોલેજમાં મહિલાના મોત બાદ પુત્રોએ માતાના મૃતદેહને લાકડાના પાટા પર બાંધીને બાઇક દ્વારા 80 કિમી દૂર શાહડોલ જિલ્લાથી પડોશી અનુપપુર જિલ્લામાં માતાના મૃતદેહને તેમના ઘરે લઈ જવો પડ્યો હતો. 
 
શહેર માટે આ શરમજનક ઘટના કહેવાય 
એમપી અજબ હૈ.. આ કહેવત  કોઇ સારી બાબત માટે નથી કહેવાઇ. કહેવા માટે અહીંના રસ્તા અમેરિકા જેવા છે, શહેરો સ્માર્ટ બની ગયા છે અને આખા રાજ્યમાં આરોગ્યની સુવિધાઓ સારી છે. પરંતુ દર્દીના મૃત્યુ બાદ મૃતદેહને ઘરે લઇ જવા માટે  એક શબ વાહિના સુદ્ધાં મળતી નથી. આ મામલો મધ્યપ્રદેશના શહડોલનો છે. શહડોલ મેડિકલ કોલેજમાં રવિવારે એક મહિલાના મોત બાદ જિલ્લા હોસ્પિટલે મૃતકના પરિવારજનોને મૃતદેહ ઘરે લઈ જવા માટે એક શબવાહિનીની વ્યવસ્થા પણ ન કરી શક્યાં, તંત્ર સામે લાચાર પુત્રોએ માતાના મૃતદેહને લાકડાના પાટા પર બાંધીને બાઇક દ્વારા 80 કિમી દૂર શાહડોલ જિલ્લાથી પડોશી અનુપપુર જિલ્લામાં માતાના મૃતદેહને તેમના ઘરે લઈ જવો પડ્યો હતો. 



શબવાહિની ધરાવનાર વ્યક્તિએ 5 હજાર રૂપિયા માંગ્યા 
આ મજબૂર પુત્રોએ જણાવ્યું કે ન તો હોસ્પિટલમાં સારવાર મળી અને ન તો મૃત્યુ બાદ મૃતદેહ પણ જલ્દી ન સોંપવામાં આવ્યો. ખાનગી શબવાહિની ધરાવનાર વ્યક્તિએ 5 હજાર રૂપિયા માંગ્યા હતા, પરંતુ અમારી પાસે આટલા પૈસા નહોતા. આખરે અમે માતાના મૃતદેહને બાઇક પર ઘરે લઇ જવાનું યોગ્ય માન્યું. મૃતક મહિલાના પુત્રોનો આરોપ છે કે તેઓ અનુપપુર જિલ્લામાંથી તેમની માતાની સારવાર માટે શહડોલ મેડિકલ કોલેજ આવ્યા હતા, પરંતુ અહીં યોગ્ય સારવારના અભાવે તેમની માતાનું મૃત્યુ થયું હતું. આ પછી તેને ડેડ બોડી લઇ જવા માટે શબવાહિની જોઈતી હતી, જે માંગણી પર પણ હોસ્પિટલે  સ્પષ્ટ ના પાડી હતી. આ પછી પુત્રોએ 100 રૂપિયાનો લાકડાનો સ્લેબ ખરીદ્યો અને તેની ઉપર મૃતદેહ બાંધ્યો અને બાઇક દ્વારા 80 કિમી દૂર  અનુપપુર જિલ્લાના ગામ ગુડારુ પહોંચ્યા.

મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યાં 
અનુપપુરના ગુડારુ ગામના રહેવાસી જયમંતી યાદવને છાતીમાં દુખાવાને કારણે પુત્રોએ જિલ્લા હોસ્પિટલ શાહડોલમાં દાખલ કર્યા હતા. જ્યાં તબિયત બગડતાં તેને મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્ર સુંદર યાદવે માતાના મૃત્યુ માટે મેડિકલ હોસ્પિટલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે અને જિલ્લા હોસ્પિટલની નર્સો પર સારવારની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

સો રૂપિયાની કિંમતનો લાકડાનું પાટિયું લાવ્યા,  અને મૃતદેહને બાઇક પર લઇ ગયા
મહિલાના મૃત્યુ બાદ મૃતદેહને ઘરે લઈ જવા માટે વાહનની માંગણી કરી હતી, પરંતુ પૈસાની અછત અને પૈસાના અભાવે પુત્રોએ સો રૂપિયાની કિંમતનો લાકડાનું પાટિયું લાવ્યા અને કોઈક રીતે માતાના મૃતદેહને બાઇકમાં બાંધી દીધો હતો. એટલું જ નહીં તેઓ પોતાની માતાના શબને આ રીતે લઇને  શાહડોલથી અનુપપુર.જીલ્લાના ગુડારુ ગામ પહોચ્યા.
 જીવતે જીવ નર્ક જોવું હોય તો શાહડોલના મેડિકલમાં આવો
મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે શાહડોલ ડિવિઝનની આ સૌથી મોટી મેડિકલ કોલેજ છે, પરંતુ અહીં લોકોને કોઇ સુવિધા મળતી નથી, સારી સારવાર છોડી દો. સુવિધાઓના નામે અહીં માત્ર નિરાશા જોવા મળે છે.
 
Whatsapp share
facebook twitter