+

ઉપરથી ટ્રેન પસાર થયા બાદ યુવકનો ચમત્કારિક બચાવ, જુઓ વિડીયો

રામ રાખે તેને કોણ ચાખે... આ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પરથી આખેઆખી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ જાય છે પરંતુ નસીબ અને પોતાની થોડીક સુઝબુઝથી તે બચી જાય છે. ઈટાવાના ભરથના રેલવે સ્ટેશન  પર આ બનાવ બન્યો હતો. જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.નવી દિલ્હી-હાવડા (New Delhi-Howrah) રેલ રૂટ પર ઈટાવામાં (Etawah)  ભરથના રેલવે સ્ટેશન પર મંગળવારે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ આગ્રા સુપરફાàª
રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પરથી આખેઆખી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ જાય છે પરંતુ નસીબ અને પોતાની થોડીક સુઝબુઝથી તે બચી જાય છે. ઈટાવાના ભરથના રેલવે સ્ટેશન  પર આ બનાવ બન્યો હતો. જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હી-હાવડા (New Delhi-Howrah) રેલ રૂટ પર ઈટાવામાં (Etawah)  ભરથના રેલવે સ્ટેશન પર મંગળવારે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ આગ્રા સુપરફાસ્ટ ઈન્ટરસિટી એક્સપ્રેસની રાહ જોઈ રહી હતી. થોડીવાર બાદ ટ્રેન આવી તો પ્લેટફોર્મ પર ભાગ દોડ શરૂ થઈ ગઈ.
આ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરવા માટે આવેલા બકેવરના નસીરપુર બોઝા ગામના ભોલા સિંહ રેલના પાટા પર પડી ગયા અને તેઓ ઉભા થાય તે પહેલા જ ટ્રેન આવી ગઈ. જેથી ભોલા સિંહે પ્લેટફોર્મની દિવાલના ખુણામાં સુઈ ગયા અને આખી ટ્રેન તેમના પરથી પસાર થઈ ગઈ. તેમને નીચે પડેલા જોઈ લોકોએ બુમાબુમ કરી કેટલાકે વિડીયો પણ ઉતાર્યો હતો.
ટ્રેન પસાર થઈ ગયા બાદ ભોલા સિંહ સુરક્ષિત બહાર આવી ગયા, તેમને ઉંણીઆંચ પણ ના આવી જે ચમત્કારથી ઓછું નથી. જ્યારે માંડ-માંડ બચેલા ભોલા સિંહે બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાક્રમ બાદ ભોલાસિંહે જણાવ્યું કે, સુપરફાસ્ટ ઈન્ટરસિટી એક્સપ્રેસથી દિબિયાપુર જવા માટે ભરથાના સ્ટેશન પહોંચ્યો હતો. ટ્રેન આવવા પર પ્લેટફોર્મની દિવાલના ગેપમાં તેઓ સુઈ ગયા અને ટ્રેન પસાર થઈ તે દરમિયાન સાવધાની રાખીને હાથ-પગ હલાવ્યા નહી તે સુરક્ષિત બચી ગયા.

Whatsapp share
facebook twitter