+

મોત પહેલા દીકરીએ બીમાર પિતાને ઈન્જેક્શનથી પીવડાવ્યો દારૂ, વીડિયો થયો વાયરલ

દુનિયામાં કેટલીક વખત એવી ઘટનાઓ નજરમાં આવે છે કે તે જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક દીકરી હોસ્પિટલમાં દાખલ પિતાને ઈન્જેક્શન દ્વારા દારૂ પિવડાતવી નજરે પડી રહી છે. પુત્રીએ બીમાર પિતાને તેણીની મનપસંદ રમ આપી જેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમના અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા. પિતા ગંભીર રીતે બીમાર હોવાના કારણે પુત્રીએ તેને ઈન્જેકà

દુનિયામાં કેટલીક વખત એવી ઘટનાઓ
નજરમાં આવે છે કે તે જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. હાલમાં પણ આવી જ એક
ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક દીકરી હોસ્પિટલમાં દાખલ પિતાને ઈન્જેક્શન દ્વારા
દારૂ પિવડાતવી નજરે પડી રહી છે. પુત્રીએ બીમાર પિતાને તેણીની મનપસંદ રમ આપી જેઓ
હોસ્પિટલમાં દાખલ હતા અને તેમના અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા. પિતા ગંભીર રીતે બીમાર
હોવાના કારણે પુત્રીએ તેને ઈન્જેક્શન દ્વારા રમ પીવડાવી હતી. રમ પીધાના થોડા સમય
બાદ પિતાનું અવસાન થયું. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા
પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દીકરી અને પિતાનો ઈમોશનલ સંબંધ પણ દેખાઈ રહ્યો છે.પેનોલોપ એન નામની યુવતીએ ટિકટોક પર રમ
પીતા પિતાનો વીડિયો શેર કર્યો છે. આમાં તે તેના બીમાર પિતાને બુન્ડાબર્ગ રમ પીવડાવતી જોવા મળે છે. વીડિયોમાં તેના પિતા હોસ્પિટલના બેડ પર જોવા મળે છે
, જ્યારે પેનોલોપ તેની બાજુમાં
ઉભો છે. 
વીડિયોમાં પેનોલોપ ઈન્જેક્શનથી રમ
ભરતી જોવા મળે છે. વિડીયો કેપ્શનનો ભાવાર્થ છે
, ‘પિતા સાથે એક છેલ્લું
ડ્રિંક…. તે દુનિયામાંથી પોતાનું શરીર છોડે તે પહેલા…. હું તને પ્રેમ કરું છું
‘.

આ પછી તે ઈશારામાં કહેતો જોવા મળે છે
કે તેને રમ પસંદ છે. ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે કે તે દીકરી અને પિતા
વચ્ચેના ખાસ સંબંધને દર્શાવે છે. દીકરીએ જે રીતે પિતાની ઈચ્છા પૂરી કરી તે લોકોને
પસંદ પડી. 
વીડિયોમાં તે તેના પિતાને સંબોધીને કહી રહી છે કે, હું તમારા માટે રમ લાવી છું, હવે હું તેને તમારા મોઢામાં
ઈન્જેક્શન આપીશ. આ પછી
, તે તેના
પિતાના મોંમાં થોડી માત્રામાં રમ નાખે છે
, જ્યારે તે પૂછતી પણ જોવા મળે છે
કે રમનો સ્વાદ કેવો છે
?

Whatsapp share
facebook twitter