+

જાણો આ વખતના ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી તમામ વાતો,આ રાશિના જાતકોને થશે સૌથી વધુ ફાયદો

ચંદ્રગ્રહણ 2022 તારીખ અને સમય: હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહણ જ્યારે 15 દિવસની અંદર ફરીથી થાય છે ત્યારે તે વધુ અશુભ બની જાય છે. વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ દેવ દીપાવલીના બીજા દિવસે એટલે કે 08 નવેમ્બર 2022ના રોજ થવાનું છે. ચંદ્રગ્રહણ મંગળવારે સાંજે 05.32 વાગ્યે શરૂ થશે અને સાંજે 06:18 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં ચંદ્રોદ
ચંદ્રગ્રહણ 2022 તારીખ અને સમય: 
હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહણ જ્યારે 15 દિવસની અંદર ફરીથી થાય છે ત્યારે તે વધુ અશુભ બની જાય છે. વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ દેવ દીપાવલીના બીજા દિવસે એટલે કે 08 નવેમ્બર 2022ના રોજ થવાનું છે. ચંદ્રગ્રહણ મંગળવારે સાંજે 05.32 વાગ્યે શરૂ થશે અને સાંજે 06:18 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં ચંદ્રોદય સાથે દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ સમયે જોવા મળશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પૂર્ણ સ્વરૂપમાં ભારતના પૂર્વ તરફના શહેરોમાં અને આંશિક સ્વરૂપે દેશના બાકીના હિસ્સામાં જોવા મળશે, જ્યારે તેનો સુતક સમયગાળો 09 કલાક પહેલા શરૂ થશે. 
ચંદ્રગ્રહણ તારીખ 8-11-2022 
ચંદ્રગ્રહણની શરૂઆત  5.32 (સાંજે) 
ચંદ્ર ગ્રહણ સમાપ્તિ   6.18 ( સાંજે) 
ચંદ્રગ્રહણમાં ખોરાક ખાવાનો શું નિયમ છે
ચંદ્રગ્રહણમાં ખોરાકને લઈને ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન ન તો ભોજન રાંધવું જોઈએ અને ન ખાવું જોઈએ, પરંતુ આ નિયમ બીમાર વ્યક્તિઓ,બાળકો અને વૃદ્ધોને લાગુ પડતો નથી.જો તેઓ ઇચ્છે તો ગ્રહણના સમયગાળા દરમિયાન ફળ અને દવાઓ વગેરેનું સેવન કરી શકે છે.ચંદ્રગ્રહણના દિવસે સૂતક લાગુ પડતાં જ ભોજન માટેનો આ નિયમ માન્ય બની જાય છે. જો તમે તમારા ઘરમાં કોઈ ભોજન બનાવ્યું હોય તો તેને શુદ્ધ રાખવા માટે ગ્રહણ પહેલા તેમાં તુલસીના પાન નાખો. એવું માનવામાં આવે છે કે તુલસીના પાનને ખાદ્યપદાર્થોમાં રાખવાથી સૌભાગ્ય અને સ્વાસ્થ્ય વધે છે, તેનાથી ગ્રહણની કોઈ નકારાત્મક અસર થતી નથી.

ચંદ્રગ્રહણ વખતે શું ધ્યાન રાખવું ?
સનાતન પરંપરામાં ચંદ્રગ્રહણને અશુભ માનીને તેને જોવું અશુભ અને નુકસાનકારક માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન યાત્રા પણ ન કરવી જોઈએ. તેવી જ રીતે, સગર્ભા સ્ત્રીઓએ પણ ચંદ્રગ્રહણ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓ અને અન્ય લોકોએ ગ્રહણના સમયગાળા દરમિયાન કાતર અને છરી જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન ક્યારેય સૂવું ન જોઈએ.
ચંદ્રગ્રહણમાં પૂજા કરવાના નિયમો
ભલે ચંદ્રગ્રહણના દિવસે સૂતક પહેલા પૂજા સ્થાનોના દરવાજા બંધ હોય અને આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ હોય,પરંતુ ગ્રહણના સમયગાળા દરમિયાન તમે તમારા પ્રિય દેવતાના મંત્રનો જાપ કરી શકો છો.ગ્રહણનો સમયગાળો મંત્રોના જાપ દ્વારા મનોકામના પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
આ કામ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ કરો
ચંદ્રગ્રહણ પછી સૌપ્રથમ સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આ પછી, સ્વચ્છ ધોયેલા કપડા પહેરીને,પૂજા સ્થાનમાં દેવી-દેવતાઓને સ્નાન કરાવીને અથવા ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરવા જોઈએ. દેવી-દેવતાઓને ધૂપ-દીપ બતાવ્યા પછી ગંગા જળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ.
તમારી રાશિ પર ચંદ્રગ્રહણની અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૃથ્વી પર જન્મ લેતાની સાથે જ વ્યક્તિ પર નવગ્રહોની શુભ અને અશુભ અસર થવા લાગે છે. ચંદ્રગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર થાય છે. આ વખતનું ચંદ્રગ્રહણ  મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધનુ, મકર અને મીન રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારશે જ્યારે મિથુન , કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિ સાથે જોડાયેલા લોકો માટે આ શુભ સાબિત થશે.
Whatsapp share
facebook twitter