+

NEET Exam : ગેરરીતિ મુદ્દે ગુજરાતમાં પણ વાલીઓમાં ભારે રોષ, બેઠક યોજી લીધો મોટો નિર્ણય!

NEET Exam : NEET પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ગુજરાતમાં વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NEET મુદ્દે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી-વાલી મંડળની (Gujarat State Student-Parent Council) એક બેઠક પણ…

NEET Exam : NEET પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ગુજરાતમાં વિદ્યાર્થી અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NEET મુદ્દે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી-વાલી મંડળની (Gujarat State Student-Parent Council) એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં ચર્ચા કરી નક્કી કરાયું છે કે ફરી એકવાર NEET પરીક્ષા યોજાય તેવી વાલી મંડળ દ્વારા માગ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

ફરી એકવાર NEET પરીક્ષા યોજાય તેવી માગ

NEET પરીક્ષામાં ગેરરીતિને લઈ સમગ્ર દેશમાં વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા NTA ના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આ મામલે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી-વાલી મંડળની (Gujarat State Student-Parent Council) મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા કરી ફરી NEET પરીક્ષા યોજવવામાં આવે તેવી માગ કરાશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓનું કહેવું છે કે, ગુજરાત, બિહાર, હરિયાણા સહિત દેશભરમાંથી 25 લાખ વિદ્યાર્થીઓએ રાત દિવસ મહેનત કરી પરીક્ષા આપી હતી. પરંતુ, આ ગેરરીતિના કારણે તમામ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. તેમણે માગ કરી કે હાલનાં તબક્કે કાઉન્સિલિંગ પર રોક લગાવવામાં આવે. બધાની માંગ છે કે NEET ની પરીક્ષા (NEET Exam) ફરીવાર લેવામાં આવે.

કેબિનેટ તાત્કાલિક નિર્ણય લે : વાલીઓ

વાલીઓએ આગળ કહ્યું કે, 1563 માટે હુકમ થયો છે તેમાં NTA સ્વિકાર્યું છે કે ખોટું થયું છે. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલની તારીખ જાહેર ન થવી જોઈએ. SC ના ઓર્ડર બાદ કાઉન્સીલે મેરિટ જાહેર કરવી જોઈએ. વાલીઓએ કહ્યું કે, NEET મામલે કેબિનેટ તાત્કાલિક નિર્ણય કરે એવી માગ છે. જણાવી દઈએ કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET પરીક્ષામાં 67 ટોપર્સ જાહેર કર્યા હતા. આ સાથે ઈતિહાસમાં પ્રથમ વખત NEET નાં 67 વિદ્યાર્થીઓએ 720 માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. જો કે, પરિણામ જાહેર થયાં બાદ NEET માં અનિયમિતતાનો મામલો સામે આવ્યો હતો. હવે, બિહારનાં (Bihar) પટના, નાલંદા અને ગુજરાતનાં (Gujarat) ગોધરામાં NEET પેપર લીક થવાનાં સંકેત મળી રહ્યાં છે.

 

આ પણ વાંચો – NEET PAPER LEAK : કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સ્વીકારી પરિણામોના ગેરરીતિની વાત, કહ્યું – કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં

આ પણ વાંચો – NEET Exam : CBI તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટે NTA ને નોટિસ ફટકારી, 8 જુલાઈએ થશે સુનાવણી…

આ પણ વાંચો – BIG NEWS: સુપ્રીમમાં NEET ની પરીક્ષા ફરી લેવામાં આવશે, આ વિદ્યાર્થીઓએ આપવી પડશે પરીક્ષા

Whatsapp share
facebook twitter