+

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ફરીએકવાર બાખડ્યા, છોડાવવા માટે સાથી ખેલાડીઓએ વચ્ચે પડવું

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ફરીએકવાર આમને-સામને આવી ગયા.બન્ને વચ્ચે ફરીએકવાર તુ-તુ-મેં મેં થઇ ગઇ હતી .જેનો વીડિયો વાયરલ થયો છે..IPL-2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સને…

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ફરીએકવાર આમને-સામને આવી ગયા.બન્ને વચ્ચે ફરીએકવાર તુ-તુ-મેં મેં થઇ ગઇ હતી .જેનો વીડિયો વાયરલ થયો છે..IPL-2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે તુ-તુ-મેં-મેં થઇ ગઇ હતી.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. લખનૌની ટીમ ટાર્ગેટ હાંસલ કરી શકી ન હતી અને બે બોલ બાકી હતા ત્યારે જ 108 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા.આ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને કોઈ વાત પર ચર્ચા થઈ હતી. ચર્ચા એટલી ગરમ થઈ ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફને વચમાં આવવું પડ્યું હતું.

આ ઘટનાનો વીડિયો અને તેના ફોટોગ્રાફ્સ બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લખનૌ ટીમના અમિત મિશ્રા અને બેંગલુરુ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ બચાવમાં આવ્યા હતા. આઈપીએલ 2013ની સીઝનમાં પણ કોહાલી અને ગંભીર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો. પરંતુ આ વખતે તે લખનૌ ટીમનો મેન્ટર છે. જ્યારે કોહલી બેંગલુરુ ટીમનો પૂર્વ કેપ્ટન રહી ચૂક્યો છે.

Whatsapp share
facebook twitter