+

પોતાનું સત્તાવાર આવાસ સોંપ્યા બાદ Rahul Gandhi એ આપી આ પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને સાંસદ તરીકે આપવામાં આવેલ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. સાંસદ તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને સાંસદ તરીકે આપવામાં આવેલ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. સાંસદ તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના લોકોએ મને 19 વર્ષથી આ ઘર આપ્યું છે, હું તેમનો આભાર માનું છું. આ સત્ય કહેવાનો ભાવ છે. હું સત્ય બોલવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

અમે ડરવાના નથી: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, મારો ભાઈ જે કંઈ પણ કહી રહ્યો છે તે સત્ય છે. તેણે સરકાર વિશે સાચું કહ્યું જોનો બદલો તે ભોગવી રહ્યો છે પણ અમે ડરવાના નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલની ઉપસ્થિતિમાં તુઘલક લેનનું પોતાનો સત્તાવાર બંગલો ખાલી કર્યો.

આ રાજકિય બદલો છે : કેસી વેણુગોપાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આવાસ ખાલી કરવા પર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, હવે આ ઘર કોઈ પણને આપી શકે છે. જે રીતે મોદી સરકાર અને અમિત શાહ રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યાં છે તે પુરી રીતે રાજકિય પ્રતિશોધ છે.

સંસદનું સભ્ય પદ ગુમાવ્યું હતું

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે દોષિત ઠેરવતા કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ તેમને લોકસભા સાંસદ તરીકે તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદ ગયા બાદ તેમને સરકારી બંગલો ખાલી કરવાનું કહેવાયું હતું. જેની છેલ્લી તારીખ 22 એપ્રીલ હતી. હાલ રાહુલ ગાંધી સોનિયા ગાંધ સાથે રહે છે અને નવું ઘર શોધી રહ્યાં છે.

આ પણ વાંચો : જીતુ વાઘાણી વિરુદ્ધના કોઇ પુરાવા યુવરાજસિંહ પાસે નથી : પોલીસ

Whatsapp share
facebook twitter